Home Dharma Dharmabhakti : ગણેશજીના સમગ્ર પરિવારની વિધિસરની પૂજા-અર્ચના આપે છે મનોવાંચ્છિત ફળ #GaneshPuja...

Dharmabhakti : ગણેશજીના સમગ્ર પરિવારની વિધિસરની પૂજા-અર્ચના આપે છે મનોવાંચ્છિત ફળ #GaneshPuja #LordGanesha #GaneshFamily

0
536

Dharmabhakti : ગણેશજીના સમગ્ર પરિવારની પૂજાથી મળે મનોવાંછિત ફળ

Dharmabhakti : હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન ગણેશ (Lord Ganrsha) નું મહત્વ અદકેરુ છે. ખાસ કરીને નવી શરૂઆત, નવા કાર્યનો શુભારંભ કરવામાં તેમની હાજરી આવશ્યક ગણાય છે. હિન્દુ ધર્મમાં કરવામાં આવતી વિવિધ પૂજા-અર્ચનામાં ભગવાન ગણેશજી અને તેમના સમગ્ર પરિવારને આશીર્વાદ માટે આમંત્રણ આપવામાં આવે છે. ગણેશજીનો સમગ્ર પરિવાર બુદ્ધિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક સુખાકારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

Dharmabhakti

Dharmabhakti : ગણેશજીનો પરિવાર

ગણેશજીના પરિવારમાં તેમના માતા પિતા ભગવાન શિવ (Lord Shiva) અને દેવી પાર્વતી (Mata Parvati) છે. તેમની બે પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ છે. રિદ્ધિ અને સિદ્ધિ બંને બ્રહ્માની પુત્રીઓ છે. આ સિવાય ગણેશજીને શુભ અને લાભ નામક 2 પુત્રો પણ છે. ગણેશના સૌથી મોટા ભાઈ કાર્તિકેય છે.

કાર્તિકેય ભગવાનની દક્ષિણ ભારતમાં ખૂબ જ આસ્થાથી પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન ગણેશ અને તેમના સમગ્ર પરિવારને ઓમ શ્રી ગણેશાય નમઃ નો જાપ કરીને આશીર્વાદ આપવા માટે બોલાવવામાં આવે છે. જો ભગવાન ગણેશ એકલા આવે છે, તો ભક્તોને ડર રહે છે કે તેઓ સત્વરે તેમના પરિવાર પાસે પાછા ફરશે અને ભકતોના ઘરે વધુ સમય રોકાશે નહીં. તેથી ભગવાન ગણેશ તેમના ભક્તોના ઘરે લાંબા સમય રહે તે માટે ગણેશજીના આખા પરિવારને આમંત્રણ આપવામાં આવે છે.

Dharmabhakti

Dharmabhakti : ગણેશજીની પૂજા-અર્ચના

બુધવારનો દિવસ ગણેશજીને સમર્પિત વાર માનવામાં આવે છે. આજના દિવસે ગણેશજીની વિધિપૂર્વકની પૂજા અર્ચના ભકતોને ખાસ લાભદાયી નીવડે છે. દર બુધવારે અને ચોથના દિવસે ગણેશજીને લાલ ફૂલો અને દુર્વા ચડાવવાનું અનેરુ મહત્વ છે. ગણેશજીને મોદક અને બેસનના લાડુનો પ્રસાદ ધરાવવાથી મનોવાંચ્છિત ફળ મળે છે.

“ॐ गं गणपतये नमः” એ ગણેશજીનો જાપ મંત્ર છે. આ સિવાય ભકતો ગણેશજીની સ્તુતિ માટે ગણેશ ચાલીસા અને શ્રી ગણેશ સહસ્રનામાવલીનું પઠન પણ કરતા હોય છે. ગણેશજીના અન્ય 11 પ્રાથમિક નામ છે. જેમાં ગજાનન, લંબોદર, વિકટ, વિઘ્નવિનાશક, વિનાયક, ધૂમતકેતુ, ગણાધ્યક્ષ, એકાંત, કપિલ, ગજકર્ણક અને વિકટનો જેવા નામોનો સમાવેશ થાય છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: Dharmabhakti : ગણેશજીના સમગ્ર પરિવારની વિધિસરની પૂજા-અર્ચના આપે છે મનોવાંચ્છિત ફળ #GaneshPuja #LordGanesha #GaneshFamily


 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે