Trump Sets 8 PM Deadline for Iran:ઈરાન માટે ‘બ્લેક ટ્યુઝડે’: ટ્રમ્પનું આખરી અલ્ટીમેટમ – “આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં સમજૂતી કરો, નહીં તો ઈરાનને નરક બનાવી દઈશું”

0
109
Trump Sets 8 PM Deadline for Iran
Trump Sets 8 PM Deadline for Iran

Trump Sets 8 PM Deadline for Iran:અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે રાત્રે એક આક્રમક પ્રેસ કોન્ફરન્સ કરીને ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો ઈરાન નિર્ધારિત સમય મર્યાદામાં સમજૂતી નહીં કરે, તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે.

Trump Sets 8 PM Deadline for Iran: ટ્રમ્પની 5 મોટી અને આક્રમક વાતો

Trump Sets 8 PM Deadline for Iran
  1. નિર્ણાયક અલ્ટીમેટમ: ટ્રમ્પે મંગળવાર, 7 એપ્રિલના રોજ રાત્રે 8 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. તેમણે ધમકી આપી છે કે અમેરિકા ઈચ્છે તો ઈરાનને એક જ રાતમાં ખતમ કરી શકે છે.
  2. ઐતિહાસિક રેસ્ક્યુ ઓપરેશન: ઈરાનમાં ફસાયેલા અમેરિકી પાઇલટને બચાવવા માટે 155 સૈન્ય વિમાનો સાથે ઓપરેશન પાર પાડ્યું. ટ્રમ્પે તેને તાજેતરના દાયકાનું સૌથી જોખમી મિશન ગણાવ્યું.
  3. ભારે વિનાશ: છેલ્લા 37 દિવસમાં અમેરિકાએ ઈરાનના 13,000 થી વધુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે અને 10,000 થી વધુ લડાકુ ઉડાનો ભરી છે.
  4. F-15 વિમાન તોડી પડાયાનો સ્વીકાર: ટ્રમ્પે સ્વીકાર્યું કે ઈરાને અમેરિકાનું એક F-15 વિમાન તોડી પાડ્યું હતું, પરંતુ તેને ‘લકી હિટ’ ગણાવી દુશ્મનની કિસ્મત ગણાવી હતી.
  5. માહિતી લીક કરનારને ચેતવણી: પાઇલટની વિગતો મીડિયામાં લીક કરનાર સોર્સને જેલમાં મોકલવાની ચીમકી આપી છે.

Trump Sets 8 PM Deadline for Iran: સંકટમોચન બન્યા ચીન અને રશિયા

એક તરફ ટ્રમ્પ યુદ્ધની ધમકી આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ચીન અને રશિયા ઈરાનના પક્ષમાં ઊભા રહ્યા છે. હોર્મુઝ જળસંધિ ખોલવા માટેના પ્રસ્તાવમાં ચીને બળપ્રયોગ’ કરવાની મંજૂરીનો વિરોધ કર્યો હતો, જેના કારણે અમેરિકા પ્રેરિત પ્રસ્તાવ નબળો પડ્યો છે.

 ‘હોલીવુડ’ જેવું રેસ્ક્યુ મિશન

ટ્રમ્પે જણાવ્યું કે ઘાયલ પાઇલટ પહાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં પણ દુશ્મનથી બચવા માટે ઉપર ચઢતો રહ્યો હતો. તેને બચાવવા માટે અમેરિકાએ છેતરપિંડીની રણનીતિ (Decoys) વાપરી હતી, જેથી ઈરાની સેના ભ્રમિત થઈ જાય. અંતે, કોઈ પણ જાનહાનિ વગર આ મિશન સફળ રહ્યું હતું.

ઈરાનના લોકો આઝાદી માટે આ દર્દ સહન કરવા તૈયાર છે. અમને મેસેજ મળી રહ્યા છે કે બોમ્બમારો ચાલુ રાખો જેથી તેમને જુલમમાંથી મુક્તિ મળે.”ડોનાલ્ડ ટ્રમ્પ

શું યુદ્ધ વિરામ થશે?

યુદ્ધ ઘટશે કે વધશે તે અંગે ટ્રમ્પે પત્તાં ખોલ્યા નથી. તેમણે બધું જ ઈરાનના નિર્ણય પર છોડ્યું છે. હવે આખી દુનિયાની નજર મંગળવારે રાત્રે 8 વાગ્યા પર છે, કારણ કે ટ્રમ્પની આ ધમકી પશ્ચિમ એશિયાનો નકશો બદલી શકે છે.

આ પણ વાંચો :સરકારનો મોટો નિર્ણય હવે એડ્રેસ પ્રૂફ વગર મળશે 5 કિલોનો ગેસ સિલિન્ડર, માત્ર આધાર કાર્ડ બતાવીને કરી શકાશે ખરીદી