Tripti Dimri : તમે એનિમલ ફિલ્મ જોઈ છે ? જેને પણ આ ફિલ્મ જોઈ છે તેમને એનિમલમાં રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સિવાય અન્ય એક પાત્ર ખુબ જ પસંદ આવ્યું છે ‘ અને એ છે ઝોયા એટલે કે તૃપ્તિ ડિમરી, પરંતુ આપને ખબર છે કે ઝોયાના રોલ માટે તૃપ્તિ ડિમરી (Tripti Dimri) પહેલા અન્ય એક બોલીવુડ અભિનેત્રીને આ રોલ માટે કાસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તમને જણાવી દઈએ કે ઝોયાના રોલ માટે તૃપ્તિ ડિમરી પહેલા ડાયરેકટરે પટોડી ખાનની પુત્રી સારા અલી ખાનને આ રોલ માટે ઓડીશન માટે બોલાવી હતી.
એનિમલ (Animal) ફિલ્મ જોઈને પાછા ફરેલા દર્શકો રણબીર કપૂર (ranbir kapoor) અને રશ્મિકા મંદન્ના (rashmika) વિશે ઘણી વાતો કરી રહ્યા છે. પરંતુ આ ફિલ્મમાં જોવા મળેલી અન્ય અભિનેત્રીને લઈને પણ ઘણી ચર્ચા છે, જેને સરપ્રાઈઝ પેકેજની જેમ રજૂ કરવામાં આવી હતી. ‘લૈલા મજનુ’, ‘બુલબુલ’ અને ‘કાલા’ જેવી ફિલ્મોમાં પ્રશંસા મેળવનાર તૃપ્તિ ડિમરીએ ‘એનિમલ’માં એક મહત્વની ભૂમિકા ભજવી છે. તૃપ્તિનું પાત્ર, ઝોયા, ‘એનિમલ’ની વાર્તામાં ટ્વિસ્ટ સાથે આવે છે, ‘એનિમલ’માં રણબીર કપૂર સાથે તૃપ્તિનો ઈન્ટીમેટ સીન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પરંતુ અન્ય એક લોકપ્રિય યુવા અભિનેત્રીએ સારા અલી ખાને (sara ali khan) આ રોલ માટે ઓડિશન આપ્યું હતું.
બોલિવૂડની યુવા અભિનેત્રી સારા અલી ખાને પણ ‘એનિમલ’ માટે ઓડિશન આપ્યું હતું. જ્યારે વાંગાએ શરૂઆતમાં ફિલ્મના લીડ માટે રશ્મિકાના નામને ફાઇનલ કર્યું હતું, ત્યારે ઝોયાની ભૂમિકા માટે સારાએ આ રોલ માટે ઓડિશન આપ્યું હતું.પરંતુ દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા (Sandeep Reddy Vanga) સારાના ઓડિશનથી બહુ ઉત્સાહિત ન હતા અને તેમને લાગ્યું કે સારાને આટલા બોલ્ડ રોલ માટે કાસ્ટ કરવી યોગ્ય નથી. પરંતુ ‘એનિમલ’ પર કામ કરતી આખી ટીમ તૃપ્તિના (Tripti Dimri) ઓડિશનથી ખૂબ જ ખુશ હતી અને તેથી તૃપ્તિને રણબીરની સામે ઝોયાના રોલમાં કાસ્ટ કરવામાં આવી હતી.
જે લોકોએ ‘એનિમલ’ ફિલ્મ જોઈ છે, તેઓ ચોક્કસપણે સહમત થશે કે તૃપ્તીએ તેનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. આ ટ્વિસ્ટથી ભરપૂર રોલમાં તેનું કામ બધાને યાદ રહેશે. ‘એનિમલ’ની આ ભૂમિકા ચોક્કસપણે મોટા બજેટની ફિલ્મોમાં તૃપ્તિની સફળતાના નવા દરવાજા ખોલશે.
તમે આ પણ વાંચી શકો છો
Animal Ott Release : એનિમલ જોયું ? નહીતો આ ott પર જોઇલો..