TrainAccident : યુપીના ગોંડામાં એક ટ્રેન અકસ્માત થયો હતો. ડિબ્રુગઢ એક્સપ્રેસ અહીં પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના 15 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જેમાંથી 3 પલટી ગયા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. 20-25 મુસાફરો ઘાયલ થયા છે.
દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ટ્રેન ચંડીગઢથી આવી રહી હતી.
ડિબ્રુગઢ એક્સપ્રેસ (15904) ચંડીગઢથી ડિબ્રુગઢ સુધી ચાલે છે. ગુરુવારે આ ટ્રેન ચંદીગઢથી 11.39 કલાકે રવાના થઈ હતી. ગુરુવારે બપોરે જ્યારે ટ્રેન ગોંડા અને બસ્તી વચ્ચે ઝિલાહી સ્ટેશન પહોંચી ત્યારે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ પછી ટ્રેનની બોગી પલટી ગઈ.

TrainAccident : રેલવે વિભાગ દ્વારા બચાવ કામગીરી શરૂ
TrainAccident : ચંદીગઢથી દિબ્રુગઢ સુધી ચાલતી 15904- દિબ્રુગઢ એક્સપ્રેસ ગુરુવારે 11:39 કલાકે ચંદીગઢથી નીકળી હતી. ગુરુવાર બપોરે, જ્યારે ટ્રેન ગોંડા અને બસ્તીની વચ્ચે ઝિલાહી સ્ટેશન પર પહોંચી ત્યારે અચાનક જોરદાર ઘડાકો સંભળાયો હતો. જેનાથી મુસાફરો ચિંતિંત થયા હતા. ત્યાં અચાનક ટ્રેન હાલકડોલક થવા લાગી હતી. બાદમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઝિલાહી સ્ટેશન પાસે અકસ્માત અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન એસી કોચ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો છે. ઘટનાની જાણ તુરંત જ રેલવે પ્રશાસનને કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

TrainAccident : દેશમાં ટ્રેન અકસ્માતોની ઘટના વધી
TrainAccident : ઉલ્લેખનીય છે કે, અગાઉ પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં એક ટ્રેન અકસ્માતમાં 10થી વધુ લોકોના મોત અને 50થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ 17 જુનના રોજ એક ગુડ્સ ટ્રેને સિયાલદાહ જઈ રહેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં લોકો પાયલટ અને ગાર્ડનું પણ મોત થયું છે. આ પહેલા જૂન-2023માં ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન ટ્રેક પર ઉભી રહેલી ગુડ્સ ટ્રેનને અથડાઈ હતી. આ ઘટનામાં લગભગ 300 લોકોના મોત થયા હતા.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો