TrainAccident : વધુ એક ટ્રેન અકસ્માત !! પશ્ચિમ બંગાળના જલપાઈગુડી પાસે ઉભેલી પેસેન્જર ટ્રેનને પાછળથી આવેલી માલગાડીએ મારી ટક્કર, 15 ના મોત, 60 થી વધુ ઘાયલ   

0
128
TrainAccident
TrainAccident

TrainAccident : દેશમાં વધુ એક ગમખ્વાર રેલ્વે અકસ્માતની ઘટના સામે આવી છે.  પશ્ચિમ બંગાળના જલપાઈગુડી પાસે ઉભેલી કંચનજંગા એક્સપ્રેસને પાછળથી આવતી માલગાડીએ ટક્કર મારી હતી. અકસ્માતમાં ત્રણ બોગીને ભારે નુકસાન થયું હતું. રેલ્વે ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે.  આ અકસ્માતમાં 15 લોકોના મોત અને 60થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

TrainAccident

TrainAccident : રક્ષા મંત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખ્યું- પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી પાસે ટ્રેન દુર્ઘટનાથી હું દુખી છું. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

TrainAccident : ગૃહમંત્રીએ શોક વ્યક્ત કર્યો

પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં જે ટ્રેન દુર્ઘટના થઈ તે ખૂબ જ દુઃખદ છે. આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

TrainAccident : PM મોદીએ દુખ વ્યક્ત કર્યું

પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને સોશિયલ મીડિયા પર લખ્યું- પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના દુઃખદ છે. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય. અધિકારીઓ સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અસરગ્રસ્તોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ અકસ્માત સ્થળ પર જઈ રહ્યા છે.

TrainAccident : અકસ્માત બાદ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો

TrainAccident

આ દુર્ઘટના બાદ રેલવેની કામગીરી ઠપ થઈ ગઈ છે. અહીં, રેલવે દ્વારા એક હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યો છે. રેલવેએ કહ્યું કે તમે 03323508794 અને 03323833326 પર ફોન કરીને તમારા પરિવારના સભ્યો વિશે અથવા અન્ય માહિતી મેળવી શકો છો.

TrainAccident : રેલ્વે મંત્રી ઘટના સ્થળે રવાના થયા હતા

TrainAccident

આ અકસ્માત બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જલપાઈગુડી જવા રવાના થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે સિયાલદહ જઈ રહેલી કંચનજંગા એક્સપ્રેસ (13174) ને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કાંજનજંગા એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.

TrainAccident : રેલ્વે મંત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો

TrainAccident

આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લખ્યું કે NFR ઝોનમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. રેલવે, NDRF અને SDRF સાથે મળીને કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો