Tragic Road Accident in Jaipur: ડમ્પરે એક પછી એક 17 વાહનોને ટક્કર મારી, 19ના મોત – અનેક ઘાયલ

0
197
Tragic Road Accident in Jaipur:

Tragic Road Accident in Jaipur: # rajasthan#jaypur જયપુરના હરમાડા વિસ્તારની લોહા મંડી પાસે સોમવારે બપોરે ભયાનક અકસ્માત થયો હતો. એક બેફામ ડમ્પરે એક પછી એક 17 વાહનોને ટક્કર મારી દીધી, જેમાં 19 લોકોનાં સ્થળ પર જ મોત નીપજ્યાં, જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો વિકરાળ હતો કે ઘણા મૃતદેહોના ટુકડા થઈ ગયા હતા. કોઈનો હાથ કપાઈ ગયો તો કોઈનો પગ

Tragic Road Accident in Jaipur:

Tragic Road Accident in Jaipur: પોલીસના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના બપોરે લગભગ 1 વાગ્યે લોહા મંડી પેટ્રોલ પંપ પાસે રોડ નંબર-14 પર બની હતી. ખાલી ડમ્પર હાઇવે પર ચઢી રહ્યું હતું ત્યારે તેણે આગળ ચાલતાં અનેક વાહનોને એક પછી એક ટક્કર મારી. ડ્રાઇવર કલ્યાણ મીણા, જે વિરાટનગરનો રહેવાસી છે, નશાની હાલતમાં હતો. સ્થાનિક લોકોએ તેને ઘટનાસ્થળેથી પકડી પોલીસના હવાલે કર્યોઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

Tragic Road Accident in Jaipur:

Tragic Road Accident in Jaipur: અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તરત જ એસએમએસ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર અને અન્ય નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા.

  • 6 ગંભીર ઘાયલો ટ્રોમા સેન્ટરમાં સારવાર હેઠળ છે.
  • 7 મૃતદેહો એસએમએસ હોસ્પિટલની મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.
  • 4 મૃતદેહો કાવટિયા હોસ્પિટલમાં, જ્યારે 1 મૃતદેહ CKS હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.

Tragic Road Accident in Jaipur એક જ પરિવારના ૨ લોકો ના દુર્ઘટનામાં જીવ ગુમાંવિયો

Tragic Road Accident in Jaipur:

મૃતકોમાં મહેન્દ્ર (ઉંમર 38 વર્ષ) નામના વ્યક્તિનો સમાવેશ થાય છે, જે બૈનાડ રોડ પર રહેતા હતા. તેઓ પોતાના મોટા ભાઈની દીકરીઓ – વર્ષા (19) અને ભાનુ (5) –ને સીકર માટે બસમાં બેસાડવા બસ સ્ટેન્ડ આવ્યા હતા. દુર્ભાગ્યવશ, એ જ સમયે અકસ્માત થયો. મહેન્દ્ર અને ભાનુનું મોત થયું, જ્યારે વર્ષા હાલ ટ્રોમા સેન્ટરમાં સારવાર લઈ રહી છે.

એડિશનલ DCP નોર્થ બજરંગ સિંહ શેખાવતે જણાવ્યું કે અત્યાર સુધીમાં 19 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. પોલીસે ડમ્પરના ડ્રાઇવરને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, ડમ્પર નશાની હાલતમાં બેફામ રીતે દોડાવવામાં આવી રહ્યું હતું

વધારે સમાચાર વાંચવા માટે અહી ક્લીક્લ કરો

raju karapda:બોટાદ કડદા કાંડ માં રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે વધુ 2 ફરિયાદ