HomeGujaratTragedy in Mehsana: આવાસ યોજનાના છઠ્ઠા માળેથી કૂદીને ધોરણ-7ની વિદ્યાર્થિનીનો આપઘાત

Tragedy in Mehsana: આવાસ યોજનાના છઠ્ઠા માળેથી કૂદીને ધોરણ-7ની વિદ્યાર્થિનીનો આપઘાત

Tragedy in Mehsana: મહેસાણાના સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાની બિલ્ડિંગમાં આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં નજીકની સોસાયટીમાં રહેતી અને ધોરણ-૭માં અભ્યાસ કરતી એક કિશોરીએ અગમ્ય કારણોસર આવાસના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Tragedy in Mehsana

Tragedy in Mehsana: વહેલી સવારે બની કરુણ ઘટના

મળતી માહિતી મુજબ, આ કરુણ ઘટના આજે વહેલી સવારે આશરે ૭:૦૦ વાગ્યાની આસપાસ બની હતી. આવાસ યોજનાની બાજુમાં જ આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી કિશોરી સવારના સમયે દીનદયાલ નગર આવાસની બિલ્ડિંગ પર પહોંચી હતી અને છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવ્યું હતું.

વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

Tragedy in Mehsana

Tragedy in Mehsana: એસોસિએશનના પ્રમુખનું નિવેદન

“સવારે ૭:૩૦ વાગ્યાની આજુબાજુ આ દુઃખદ ઘટના બની હોવાની જાણ થઈ હતી. શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ-૭માં ભણતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર અહીં આવીને આત્મઘાતી પગલું ભર્યું હતું. ઘટનાની જાણ થતાં જ અમે તાત્કાલિક પોલીસને ઇન્ફોર્મ કરી હતી. ત્યારબાદ બાળકીના માતા-પિતાને પણ આ અંગે વાયા-વાયા જાણ થઈ હતી.” — કલ્પેશ રાઠોડ, પ્રમુખ (પંડિત દીનદયાલ નગર એસોસિએશન)

Tragedy in Mehsana

Tragedy in Mehsana: પોલીસ ઘટનાસ્થળે, કારણ હજુ અકબંધ

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ૧૦૮ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક કિશોરીના વહેલાસર પોસ્ટમોર્ટમ માટેની અને અન્ય કાયદેસરની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

  • આત્મહત્યાનું કારણ: અજ્ઞાત (હજુ સુધી જાણી શકાયું નથી)
  • પોલીસ કાર્યવાહી: ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરાઈ

ધોરણ-૭માં ભણતી આ માસૂમ બાળકીએ કયા સંજોગોમાં અને કયા કારણોસર આટલું મોટું અને આત્મઘાતી પગલું ભર્યું, તે અંગે પોલીસ તેના પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. એક હસતી-રમતી દીકરીના આવા આકસ્મિક અંતથી પરિવાર માથે આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

આઇસક્રીમ પાર્લરમાં બેસીને આઇસક્રીમ ખાતા ૪૩ વર્ષીય યુવકને આવ્યો સાયલન્ટ એટેક, ગણતરીની સેકન્ડોમાં મોત; ચોંકાવનારા CCTV આવ્યા સામે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments