HomeGujaratTragedy in Gujarat: ગુજરાતમાં માવઠાનો કહેર વીજળી પડતા બે નિર્દોષોના મોત, હજુ...

Tragedy in Gujarat: ગુજરાતમાં માવઠાનો કહેર વીજળી પડતા બે નિર્દોષોના મોત, હજુ 3 દિવસ વરસાદની ઘાત

Tragedy in Gujarat: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની ડબલ સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં આવેલા પલટાએ જાનમાલનું ભારે નુકસાન કર્યું છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ વીજળી પડવાની ઘટનામાં એક 6 વર્ષની બાળકી અને એક 20 વર્ષીય યુવતીનું કરૂણ મોત નીપજ્યું છે. હવામાન વિભાગે હજુ પણ આગામી 7 એપ્રિલ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદની આગાહી કરી છે.

Tragedy in Gujarat

Tragedy in Gujarat: વીજળી પડતા બે પરિવારોમાં શોકનો માહોલ

  • પાટણ: સરસ્વતી તાલુકાના મુલુસણ ગામે ખેતરમાં કામ કરી રહેલા ઠાકોર પરિવારે વરસાદથી બચવા લીંબડાના વૃક્ષ નીચે આશરો લીધો હતો. આ સમયે અચાનક વીજળી પડતા 20 વર્ષીય પરિણીત યુવતી આનંદબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમની માતા સહિત પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે.
  • ગાંધીનગર: દહેગામના બારીયા બારડોલી ગામે પણ ખેતરમાં વીજળી પડતા એક 6 વર્ષની માસૂમ બાળકીનું મોત થયું છે. માસૂમના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
Tragedy in Gujarat

Tragedy in Gujarat: હવામાન વિભાગની આગાહી: હજુ 3 દિવસ સાચવજો

હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, હજુ પણ ગુજરાત પર બે સિસ્ટમની અસર જોવા મળી રહી છે.

  • આજે (શનિવાર): સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
  • 7 એપ્રિલ: ફરી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
  • 8 એપ્રિલથી રાહત: 8 એપ્રિલ બાદ વરસાદનું જોર ઘટશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે.
Tragedy in Gujarat

Tragedy in Gujarat: અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું

ગઈકાલે અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં (ઓઢવ, નિકોલ, નરોડા, વસ્ત્રાલ) અચાનક વાતાવરણ પલટાયું હતું અને કાળા ડિબાંગ વાદળો સાથે જોરદાર પવન અને વરસાદી ઝાપટા પડ્યા હતા. આ માવઠાને કારણે ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સિદ્ધપુરના ઘુમ્મડ ગામે વીજળી પડતા એક પશુનું પણ મોત થયું હોવાના અહેવાલ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ધ્રોલ પોલીસની મોટી સફળતા સોલાર પ્લાન્ટમાંથી વાયર ચોરતી ગેંગના 5 સાગરીતો ઝડપાયા, ₹4.45 લાખનો મુદ્દામાલ કબજે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments