IPL Match: ક્રિકેટનો સૌથી મોટો જલસો એટલે કે ઈન્ડિયન પ્રીમીયર લીગ-2024ની શરૂઆત થઈ ચૂકી છે. આ સિઝન દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ આગામી દિવસોમાં 3 મેચો રમાવાની છે. આ મેચને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Narendra Modi Stadium: ટ્રાફિકને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 24 માર્ચ, 31 માર્ચ અને 4 એપ્રિલના રોજ મેચ (IPL Match) રમાવાની છે. આ મેચને લઈને તકેદારીના ભાગરૂપે ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ, આ ત્રણ દિવસ દરમિયાન જનપથ-ટીથી મોટેરા સ્ડેટિયમ મુખ્ય ગેટ થઈને કૃપા રેસિડન્સી થઈ મોટેરા સુધીનો જતો આવતો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ રહેશે.
જો કે આ દરમિયાન વાહન ચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત થઈ જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધીના રસ્તે અવર જવર કરી શકશે.
આ ઉપરાંત કૃપા રેસિડન્સી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર થઈ એપોલો સર્કલ તરફના રસ્તા પર અવરજવર કરી શકશે.
અમદાવાદમા પ્રથમ મેચ (IPL Match) ને લઈને 24 માર્ચ બપોરે 3 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.

IPL Match: AMTS દ્વારા સ્ટેડિયમ રૂટ પર વધારાની બસો
Narendra Modi Stadium માં મેચ નિહાળવા આવતા ક્રિકેટ પ્રેમીઓને હાલાકીનો સામનો ના કરવો પડે, તે હેતુસર અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS દ્વારા આ રૂટ પર 68 બસ ફાળવવામાં આવી છે.
આ બસ મેચ (IPL Match) ના દિવસે સવારે 6 વાગ્યાથી રાતે 1 વાગ્યા સુધી આ રૂટ પર દોડશે. આ બસની સુવિધા શહેરના નહેરુનગર, ઈસ્કોન ચાર રસ્તા અને નારોલથી મળશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો