ટ્રાફિક પોલીસ વરસાદી પાણીના નિકાલમાં મહત્વની ભૂમિકા નિભાવશે

0
251
ટ્રાફિક પોલીસ વરસાદી પાણીના નિકાલમાં મહત્વની ભૂમિકા નિભાવશે
ટ્રાફિક પોલીસ વરસાદી પાણીના નિકાલમાં મહત્વની ભૂમિકા નિભાવશે

સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જાહેરાત કરી છે કે સુરત મહાનગરપાલિકા સાથે સંકલન કરી ટ્રાફિક પોલીસ વરસાદી પાણીના નિકાલમાં મહત્વની ભૂમિકા નિભાવશે. આ મામલે  ટ્રાફિક સંયુક્ત પોલીસ કમિશનર દિનેશ પરમારે જણાવ્યું કે સુરતમાં અલગ અલગ ગરનાળા વરસાદી પાણીથી ભરાઈ જતા તે જગ્યા પર સાઈન બોર્ડ મૂકવામાં આવશે તેમજ વરસાદી પાણી રસ્તા ઉપર ભરાતા મહાનગરપાલિકાના કર્મચારી સાથે ટ્રાફિક પોલીસ પણ ગટરના ઢાંકણા ખોલેલા હોય તે જગ્યા પર ઉભા રહેશે અને જેથી કરીને કોઈ અકસ્માત નહીં થઈ તેની વિશેષ તકેદારી રાખવામાં આવશે.

સુરત શહેરમાં એક તરફ વિકાસલક્ષી કાર્ય ચાલે છે જેને લઈને શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તાઓ બંધ થવા પામ્યા છે અને પાણીનો નિકાલ કરવા માટે મહાનગરપાલિકા સાથે પોલીસ કમિશનર અજય કુમાર તોમર હવે ટ્રાફિક પોલીસે પણ પોતાની ફરજ બજાવી નો આદેશ આપ્યા બાદ શહેરના રસ્તાઓ પર કેટલીક જગ્યા પર મહાનગરપાલિકાના સંકલનથી ડ્રેનેજના ઢાંકણ ખોલવામાં પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યા છે ડ્રેનેજ ના ઢાંકણ ખોલવાના લઈને અકસ્માત નહીં થાય તે માટે ટ્રાફિક પોલીસ વિશેષ આયોજન કર્યું છે

TRAFIC POLICE 1

ગુજરાતમાં નહીં પણ વિશ્વમાં સૌથી વિકાસ પામતું શહેર સુરતમા હાલમાં કેટલાક વિસ્તારોમાં વિકાસલક્ષી કાર્યો ચાલી રહ્યા છે જેના કારણે સુરત શહેરના મુખ્ય માર્ગો પર શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ખાસ કરીને મેટ્રો પ્રોજેક્ટ અને તાપી શુદ્ધિકરણ ના પ્રોજેકોને લઈને કેટલાક વિસ્તારના રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે હાલમાં ચોમાસુ ઋતુ શરૂ થતા શહેરમાં વરસાદનું ભારે આગમનને લઈને કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે તેનો નિકાલ કરવા માટે મહાનગરપાલિકા પોતાનું એડી ચોંટી નું જોડ લગાવી દેવામાં આવ્યું છે તેની સાથે હવે શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર  ટ્રાફિક સમસ્યાના નિકાલ કરવા માટે ખાસ કરીને તેમને જવાબદારી સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક દિનેશ પરમાર ને આપી છે તેમને સુરત શહેરના ભૌગોલિક રચનાથી વાફૅક થવા માટે ખુદ ભરવરસાદમાં પોતાના અધિકારી સાથે અલગ અલગ વિસ્તારના ટ્રાફિકજામ સમસ્યાના નિકાલ અર્થે નીકળ્યા હતા જેમાં મહાનગરપાલિકા સાથે પણ સંકલન હાથ ધરવામાં આવ્યું હતું જેને લઈને કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી બે થી ત્રણ ફૂટ જેટલો ભરાવો થતા ઘણા વિસ્તારોમાં રસ્તા બંધ કરવાની ફરજ પડી હતી ખાસ કરીને પૂર્વથી પશ્ચિમ તરફ જવાતા કેટલીક જગ્યા પર રેલવેના અંદર બાયપાસ ગરનાળા આવેલા છે અને પડેલા ધોધમાર વરસાદને લઈને પાણી ભરાઈ જતા હતા જેના કારણે વાહનો ચાલકોનો રસ્તો બંધ થઈ જતો હતો અને ટ્રાફિક સમસ્યા વધી જતી હતી છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા મુસાધાર વરસાદને લઈને શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેને કાઢવા માટે મહાનગરપાલિકાના કર્મચારી સાથે હવે ટ્રાફિક પોલીસ પણ ફરજ બજાવી રહી છે ખાસ કરીને બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાતા હોય તે વિસ્તારમાં વરસાદ બંધ થયા પછી ડ્રેનેજના ઢાંકણ ખોલીને પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેની સાથે ટ્રાફિક પોલીસ કમિશનર દિનેશ પરમાર એ ટ્રાફિક નિકાલ કરવાનું સાથે સાથે ડ્રેનેજ ઢાંકણ ખુલ્લું હોવાથી કોઈ કોઈ દુર્ઘટના ન થાય તે માટે ટ્રાફિક પોલીસના જવાન સતત ટીઆરપી ને મૂકી દેવામાં આવ્યા છે એ માટે વિશેષ આયોજન કરવામાં પણ આવ્યું છે

રેલવેના ગરનાળાઓમાં પણ સાઈન બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે જેથી કરીને પાણી ભરાયેલા હોય તો વાહન ચાલકે પોતાનું વાહન લઈને અંદરથી પસાર નહીં થવું એવા સુચન બોર્ડ મૂકવામાં આવ્યા છે અને સાથે સાથે ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવ્યો છે આગામી દિવસોમાં સંયુક્ત પોલીસ કમિશનર દિનેશ પરમાર દ્વારા પર વરસાદમાં પણ ટ્રાફિક વ્યવસ્થિત રીતે શહેરના રસ્તા ઉપર ચાલે એ માટેનો અગમચેતી આયોજન હાથ ધરાયું છે જેને લઈને હવે શેરીજોનો વરસાદી પાણીમાં પણ ટ્રાફિક સમસ્યા ન નડે તે માટે ટ્રાફિક પોલીસે મહાનગરપાલિકા સાથે સંકલન કરવામાં આવ્યું છે કહેવાય છે કે આ સંકલન ટ્રાફિક પોલીસ કે મહાનગરપાલિકા દ્વારા કેટલું સફળતા રહેશે એ તો આવનારા વરસાદ મત ખબર પડશે પરંતુ હાલની પરિસ્થિતિ જોતા અને ખુદ સ્થળ નિરીક્ષણ કરતા સંયુક્ત કમિશનર દિનેશ પરમાર એ વધુમાં જણાવ્યું હતું કે શહેરના રસ્તાઓ ખુલ્લા રહે એ મારી પ્રાથમિકતા છે જેથી કરીને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા સાથે અમારા પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા શેરીજનોને મદદરૂપ થવા માટેનો ભાર મૂક્યો હતો અને ટ્રાફિક પોલીસની છબી જે ખરાબ થઈ હતી તેમાં પણ સુધારો થશે અમે ઘણી આશા રાખીએ છીએ શેરીજનોને અમારા ટ્રાફિકના નિયમ ફોલો કરવા માટે જેથી કરીને શેરીજનોએ દંડ નહિ ભરવો પડે ? સુરતના અલગ અલગ ટ્રાફિક મદદનીશ પોલીસ પણ હવે રસ્તા પર ઊભા રહેશે જેથી કરીને ટ્રાફિક સમસ્યા વરસાદમાં સર્જાતી હતી તે રાહત શહેરીજોનો થશે એવી અપેક્ષા રાખીએ છીએ