પ્રવાસીઓ હવે કુનોમાં ચિત્તા નહીં જોઈ શકે
ચિત્તાના સતત મૃત્યુ બાદ લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય
તમામ ચિત્તાઓની હેલ્થ ચેકઅપ શરૂ કરવામાં આવ્યો
જંગલમાંથી ખુલ્લામાં છોડવામાં આવેલા ચિત્તાઓને પકડવાની કવાયત શર
પ્રવાસીઓ હવે કુનોમાં ચિત્તા નહીં જોઈ શકે મધ્યપ્રદેશના શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં ચિતા પ્રોજેક્ટ સાથે જોડાયેલા મોટા સમાચાર છે. હવે પ્રવાસીઓ ચિત્તા જાઈ શકશે નહીં. કારણ કે સતત મૃત્યુ બાદ ખુલ્લા જંગલમાંથી ચિત્તાઓને પકડીને આરોગ્ય તપાસ માટે પાંજરામાં પુરવામાં આવી રહ્યા છે. છેલ્લા 4 મહિનામાં 8 ચિત્તાના મોત બાદ તમામ ચિત્તાઓની હેલ્થ ચેકઅપ શરૂ કરવામાં આવી રહ્યું છે. હેલ્થ ચેક કપ માટે જંગલમાંથી ખુલ્લામાં છોડવામાં આવેલા ચિત્તાઓને પકડવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તાઓની આરોગ્ય તપાસ ચિત્તાના નિષ્ણાંતોની ટીમની દેખરેખ હેઠળ શરૂ કરવામાં આવી છે. કુનો નેશનલ પાર્ક મેનેજમેન્ટે શનિવારે મોડી સાંજે ખુલ્લા જંગલમાં મુક્તપણે ફરતા બે ચિત્તા, પાવક અને ગામીનીને આરોગ્ય તપાસ માટે પકડી લીધા હતા નિષ્ણાતોએ નર ચિતા પાવક સાથે માદા ચિત્તા ગામીનીનું આરોગ્ય તપાસ્યું હતું, જેમાં બંનેના સ્વાસ્થ્ય વિશે માહિતી પ્રાપ્ત થઈ હતી.
ક્યાં સુધી બંધ રહેશે?
કુનો નેશનલ પાર્કના ખુલ્લા જંગલમાં અત્યાર સુધીમાં 11 ચિત્તાઓ મુક્ત છે, તેમાંથી 7 ચિત્તાઓને મોટા ઘેરામાં ખસેડવામાં આવ્યા છે. તે જ સમયે, 4 દિપડા પહેલેથી જ બંધ છે, આ તમામ ચિત્તાઓ સ્વસ્થ છે. ગૌરવ, શોર્ય, પવન, આશા, ધીરા, ગામિની અને પાવક નામના ચિત્તાઓને ખુલ્લા જંગલમાંથી ઘેરી લેતી વખતે તેમના ગળામાંથી કોલર આઈ કાઢી નાખવામાં આવી હતી. ટૂંક સમયમાં ખુલ્લા જંગલમાંથી વધુ 4 ચિત્તાઓને આરોગ્ય પરીક્ષણ માટે પકડવામાં આવશે અને તેમના કોલર આઈડી પણ દૂર કરવામાં આવશે. આગામી આરોગ્ય તપાસ સુધી તમામ ચિત્તાઓને કોલર આઈડી વિના બિડાણમાં રાખવામાં આવશે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ