આખલા યુદ્ધથી ત્રાસ યથાવત

0
60

આખલાઓને ગિરનાર દરવાજાને યુદ્ધનું મેદાન બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું હતું.ગિરનાર દરવાજા પરના મુખ્ય માર્ગ પર સાંજના સમયે આખલા યુદ્ધ શરૂ થયું હતું જેને લઇ ભવનાથ તળેટીએ જતા લોકો ભયમાં મુકાયા હતા તો બીજી તરફ મોડી રાત્રે  પણ ફરી આ જ જગ્યા પર આખલા યુદ્ધ શરૂ થયાના દ્રશ્યો નજરે પડ્યા હતા. મહાનગરપાલિકા જુનાગઢ શહેરમાંથી ઢોર પકડવાની કામગીરી ચોપડે બતાવી રહી છે .તો બીજી તરફ જાહેર માર્ગો પર ગલીએ તેમજ શેરીએ ઢોર અડીંગો જમાવીને બેઠા હોય તેવું જોવા મળી રહ્યું  છે ત્યારે રસ્તા પરથી પસાર થઈ રહેલા લોકો પોતાનો જીવ અધ્ધર લઈને ચાલી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે વારંવાર આ જ જગ્યા પર આંખલાઓ યુદ્ધ કરતા હોય જો કોઈ વ્યક્તિને ગંભીર ઇજા પોહચે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો નાગરિકોમાં ઉઠી રહ્યા છે .