સાઉથ ફિલ્મોના ચાહક છો તો થઇ જાવ તૈયાર, આવી રહી છે આ ફિલ્મો..

2
85

ફિલ્મોના રસીયાઓને આજકાલ સાઉથ ફિલ્મોનો ચસ્કો લાગ્યો છે, પુષ્પા હોય કે પછી KGF સિનેમાઘરમાં સાઉથની ફિલ્મો ધૂમ મચાવી રહી છે. આવનાર સમયમાં પણ સાઉથ સિનેમા પોતાની અનેક ફિલ્મો હિંદી ભાષામાં રીલીઝ કરવાની છે. તો ચાલો જાણીએ કયા સાઉથ સ્ટારની ફિલ્મો ટૂંક સમયમાં રીલીઝ થશે.

        1. સાલાર – (Salaar: Part 1 – Ceasefire)

પ્રભાસ, પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન, જગપતિ બાબુ  સ્ટારર આ ફિલ્મના ડાયરેકટ છે પ્રશાન્થ નીલ, પ્રશાન્થ નીલએ એ જ છે જેમણે KGF ડાયરેક્ટ કરી હતી. સાલાર એ KGFનો એક ભાગ હોય તેવું દર્શકો અંદાઝ લગાવી રહ્યા છે. આ ફિલ્મની જાહેરાત ડિસેમ્બર 2020 માં કરવામાં આવી હતી, ફિલ્મની શરૂઆત જાન્યુઆરી ૨૦૨1થી થઈ છે. આ ફિલ્મ વલ્ડવાઇલ્ડ 28 સપ્ટેમ્બર 2023 ના થિયેટરમાં રિલીઝ થવાની હતું, પરંતુ હવે તે નવેમ્બર 2023 સુધી મુલતવી રાખવામાં આવી છે.

2. પુષ્પા ભાગ 2 : – (Pushpa 2 : The Rule)

Pushpa 2
Pushpa 2

પુષ્પા ભાગ ૧ની જબરદસ્ત સફળતા બાદ દર્શકો આતુરતાથી પુષ્પા ભાગ 2ની રાહ જોઈ રહ્યા છે. પુષ્પા ભાગ ૨માં પણ અલ્લુ અર્જુન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, તેમની સાથે ફવાદ ફાસિલ અને નેશનલ ક્રશ ગણાતી રશ્મિકા મંદાના જોવા મળશે, વિજય સેથુપતી પણ પુષ્પા ભાગ ૨નો હિસ્સો બનવાના છે. 5૦૦ કરોડમાં તૈયાર થયેલી આ ફિલ્મ સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે. 15મી ઓગસ્ટના રોજ આ ફિલ્મ થીયેટરમાં રીલીઝ થશે.

3. કંગુવા – (Kanguva)

કંગુવા જેને કંગુવા : અ માઇટી વેલિયન્ટ સાગા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ ફિલ્મનું પુર જોશમાં માર્કેટિંગ શરુ કરવામાં આવ્યું છે, કંગુવા ભારતીય તમિલ ભાષાની અને પીરીયડ એક્શન ડ્રામા પર આધારિત ફીમ છે જેનું ડાયરેકશન શિવા કરી રહ્યા છે. ફિલ્મમાં સૂર્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, આ ફિલ્મથી બોબી દેઓલ સાઉથ સિનેમામાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે, સૂર્યા અને બોબી દેઓલ ઉપરાંત આ ફિલ્મમાં દિશા પટણી, જગતપતિ બાબુ, જેવા કલાકારો જોવા મળશે. કંગુવા ફિલ્મની  જાહેરાત એપ્રિલ 2023 માં કરવામાં આવી હતી, ફિલ્મ 2024ની શરૂઆતમાં થિયેટરમાં 2D તેમજ 3D ફોર્મેટમાં રિલીઝ થવાની છે.

4. બઘીરા – (Bagheera)

K.G.F. : Chapter I અને II તેમજ નવી આવનારી ફિલ્મ Salaar ના ક્રીપ્ટ રાઈટર અને ડાયરેક્ટર પ્રશાંત નીલની આ ફિલ્મ છે. બઘીરાએ પ્રશાંત નીલ દ્વારા લખાયેલ છે જેનું ડાયરેકશન ડૉ સુરી કરશે. ટ્રેઇલર જોતા આ ફિલ્મ એક્શન એન્ટરટેઇનમેન્ટથી ભરપુર રેહશે તેમાં કોઈ શક નથી. ફિલ્મમાં શ્રી. મુરલી મુખ્ય ભૂમિકામાં છે. હોમ્બલે ફિલ્મ્સ બેનર હેઠળ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Bagheera movie poster

5. લીઓ : – (Leo)

લીઓ એ એક એક્શન થ્રીલર ફિલ્મ છે. આ ફિલ્મનું ડાયરેકશ કાનાગરાજ કરી રહ્યા છે. આ ફિલ્મમાં વિજય અને ત્રિશા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, સંજય દત્ત પણ આ ફિલ્મમાં અભિનય કરી રહ્યા છે.એક્ટર વિજય આ ફિલ્મને તમિલ ઓડીયન્સ માટે બનાવવાની તરફેણમાં હતા, પરંતુ ડાયરેક્ટર લોકેશના કેહવાથી આ ફિલ્મ પેન-ઈન્ડિયા તરીકે રીલીઝ થશે.

       

6. કલ્કી ૨૮૯૮ એડી (Kalki 2898-A.D) :

કલ્કી ૨૮૯૮ એડી (Kalki 2898-A.D) એ એક સાયન્સ ફિક્શન ફિલ્મ કે જેમાં આવનાર વર્ષ આવનાર 2898ની આસપાસની વાર્તા છે. આ ફિલ્મ એ. નાગ અશ્વની દ્વારા લખયેલી છે અને ફિલ્મનું ડાયરેકશન પણ તેઓ જ કરી રહ્યા છે. ફિલ્માંમાં બાહુબલીના પ્રભાસ, સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, કમલ હશન, દિપીકા પાદુકોણ અને દિશા પટણી સહિતના અભિનય કરશે. વર્ષ 2024માં આ ફિલ્મ સિનેમાઘરમાં રીલીઝ થશે.

 

7. જાપાન – (Japan) :

કાર્થી સ્ટારર આ ફિલ્મ રાજુ મુરગન દ્વારા ડાયરેક્ટ કરવા આવી છે, આ ફિલ્મને હિન્દીમાં રીલીઝ કરવામાં આવશે કે કેમ તે હજી સ્પષ્ટ નથી.

8. ઇન્ડિયન 2 : (Indian 2)

Indian 2

ઇન્ડિયન 2 ફિલ્મએ ૧૯૯૬માં રીલીઝ થયેલી ઇન્ડિયન ફિલ્મની સિકવલ છે, આ ફિલ્મમાં કમલા હશન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે એ. એસ. શંકર દ્વારા લખાયેલી અને ડાયરેક્ટ થયેલી આ ફિલ્મ મૂળ તમિલમાં છે, જે હિન્દીમાં પણ રીલીઝ થશે.  કમલ હશન સાથે આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ, રકુલ પ્રીત સિંહ, ગુલશન ગ્રોવર જેવા કલાકરો અભિનય કરતા જોવા મળશે. ફિલ્મની શરૂઆત જાન્યુઆરી 2019માં થઇ હતી, પરંતુ 2020માં ફિલ્મના સેટ પર થયેલા અકસ્માતના કારણે શૂટિંગ અટકાવવામાં આવ્યું હતું, આ અકસ્માતમાં  ક્રૂના કેટલાક સભ્યો મૃત્યુ પામ્યા હતા. કોરોના અને કાનૂની વિવાદો સહિત અનેક કારણને લીધી ફિલ્મના શુટિંગ સ્થગિત કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ બાકીનું શુટિંગ પૂર્ણ કરીને ફિલ્મને રીલીઝ કરવામાં આવશે તેવી આશા છે.

નવો ટ્રેન્ડ જોતા સાઉથની ફિલ્મો લોકોને વધુ આકર્ષી રહી છે તેથી જ તો બોલીવુડના બાદશાહ ખાન શાહરૂખ ખાન પણ સાઉથ ફિલ્મોને શરણે જવું પડ્યું છે.  ‘જવાન’માં ડાયરેકટરથી લઈને સાઈડ રોલના તમામ કલાકારો પણ સાઉથ સિનેમામાંથી લેવામા આવ્યા છે. નયનથારા, વિજય સેથુપતી જેવા સાઉથ સુપરસ્ટાર, એટલી જેવા હિટ ફિલ્મો આપનાર ડાયરેક્ટરનો જવાનને સફળ બનાવવામાં મોટો ફાળો રહ્યો છે. 

મનોરંજન અને બોલીવુડના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો –

પરિણીતિ અને રાઘવના લગ્નમાં કેમ ના આવી બહેન પ્રિયંકા ચોપડા, શું છે કારણ..

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન પુત્ર સહીત ગણપતિના દરબારમાં પહોંચ્યા

શિલ્પા શેટ્ટી એ બાપ્પાને આપી વિદાઈ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

2 COMMENTS

Comments are closed.