દિલની વાત 892 | થાળીમાંથી ટામેટા ગાયબ ! | VR LIVE

0
94
થાળીમાંથી ટામેટા ગાયબ
થાળીમાંથી ટામેટા ગાયબ

ટામેટા અને તેના સ્વાદનો ભાવ હાલ દસ ગણો વધ્યો છે અને ટામેટા ની કીમતોમાં વધારો થયો છે. સલાડમાં ટામેટા હવે કદાચ ગાયબ થશે અથવા સલાડની ડીશ મોંઘી થશે. ગૃહિણીઓ ટામેટાના ભાવ સાંભળીને હાલ મો બગડી રહી છે અને બજેટ પર જાણે કાતર ફરી હોય તેવો અહેસાસ કરી રહી છે.

ચોમાસાની શરૂઆતમાંજ જયારે ટામેટાના ભાવમાં વધારો જોવા મળ્યો છે ત્યારે અનેક સમસ્યાઓ સામે આવી છે ટામેટાની મોટેપાયે ખેતી હરિયાણા,ઉત્તર પ્રદેશમાં કરવામાં આવે છે પરંતુ હાલ પડેલા વરસાદને કારણે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે . દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી ટામેટા રૂપિયા 80 થી ૧૦૦ના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. કાનપુરમાં ટામેટાનો ભાવ ૧૦૦- ૧૨૦ રૂપિયે પહોંચ્યો છે ત્યારે અમદાવાદમાં 80 થી 90 રૂપિયે કિલો ટામેટા વેચાઈ રહ્યા છે.
હાલ વધુ પડતા વરસાદને કારણે હરિયાણા , ઉત્તરાખંડમાં શાકભાજીની ખેતીમાં નુકશાન થઇ રહ્યું છે. અને ટામેટાની ખેતીમાં નુકશાન થતા ભાવ સતત વધી રહ્યા છે. અન્ય શાકભાજીના ભાવમાં પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. કેપ્સીકમ , કોબીજ,રીંગણના ભાવ માં વધારો થતા ગૃહિણીઓ પરેશાન છે.

વેપારીઓ જણાવી રહ્યા છેકે મે મહિનામાં જથ્થાબંધ બજારમાં ૩થી 4 રૂપિયે કિલો અને છૂટક બજારમાં 10 થી 12 રૂપિયે કિલો ટામેટાનો ભાવ હતો જે હાલ જુન મહિનાના અંત સુધીમાં ૧૨૦ રૂપિયે કિલોની નજીક પહોંચ્યો છે. હાલ ટામેટા બેંગ્લોર અને કોલકાતા થી રવિ રહ્યા છે તે પણ એક કારણ છે ભાવ વધવામાં .

ચોમાસાની શરૂઆત અને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હોય ત્યારે ટામેટાના ભાવ આસમાને પહોંચતા પાવભાજી પણ મોંઘી થવાના અણસાર આવી રહ્યા છે . પાવ ભાજીના રસિયાઓ માટે કદાચ સ્વાદ મોંઘો થશે તેવું જાણકારો માની રહ્યા છે. સાથેજ અન્ય શાકભાજીઓ અને કઠોળના ભાવમાં સતત વધારો થતા માધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની થાળીમાં હાલ કઠોળ અને શાકભાજી ગાયબ થશે તેવું ગૃહિણીઓ આશંકા વ્યક્ત કરી રહી છે. ગૃહિણીઓની માંગણી પણ છેકે સરકાર શાકભાજીના ભાવ જયારે વધી રહ્યા હોય ત્યારે તેના પર સરકાર ધ્યાન આપે.

રાજ્યભર થી આવેલી પ્રતિક્રિયાઓ પ્રમાણે ક્યાંક વચેટીયાઓ માલામાલ થઇ રહ્યા છે અને ખેડૂતોને કોઈ જ ફાયદો થઇ રહ્યો નથી.