TOLL TEX : ચૂંટણી પૂરી.. જનતાને નિચોવવાનું શરુ, પહેલા અમુલ દૂધ તો હવે નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં વધારો   

0
304
TOLL TEX
TOLL TEX

TOLL TEX : લોકસભા ચૂંટણી પૂરી થઇ ગઈ છે, આવતીકાલે મત ગણતરી હાથ ધરવામાં આવશે, ત્યારે   મતદાન પૂરું થતાં જ દેશની જનતાને ટોલ ટેક્સનો મોટો ઝટકો લાગ્યો છે. સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ટોલટેકસની નવી ફી આજથી એટલે કે 3 જૂનથી લાગુ થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કહ્યું કે તે પહેલા અમલમાં આવવાનો હતો, પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેને મોકૂફ રાખવામાં આવ્યો હતો. આજથી જ તમામ ટોલ પ્લાઝા પર ડ્રાઈવરોએ 5 ટકા વધુ ટોલ ટેક્સ ભરવો પડશે.   

TOLL TEX

TOLL TEX :  દેશમાં લોકસભા ચૂંટણી પરિણામો પૂર્વે કેન્દ્ર સરકારે મોંઘવારીનો વધુ એક આંચકો આપ્યો છે. હવે હાઇવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોએ સોમવારથી વધુ નાણાં ચૂકવવા પડશે. સોમવારથી સમગ્ર દેશમાં રોડ ટોલ ટેક્સના(Toll Tax) દરમાં સરેરાશ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હાઇવે યુઝર ફીના વાર્ષિક રિવિઝનનો અમલ અગાઉ 1 એપ્રિલથી કરવામાં આવનાર હતો. પરંતુ લોકસભા ચૂંટણીના લીધે તે મોકૂફ રાખવામાં આવ્યો હતો.

TOLL TEX :  વાર્ષિક પ્રક્રિયાનો ભાગ

TOLL TEX

TOLL TEX :  એક વરિષ્ઠ NHAI અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, નવો ટોલ ટેક્સ 3 જૂન, 2024 થી લાગુ કરવામાં આવશે. ટોલ ચાર્જિસમાં આ ફેરફાર જથ્થાબંધ ભાવ સૂચકાંક (CPI) આધારિત ફુગાવાના ફેરફારો સાથે જોડાયેલા દરોમાં સુધારો કરવાની વાર્ષિક પ્રક્રિયાનો એક ભાગ છે. નેશનલ હાઈવે નેટવર્ક પર લગભગ 855 યુઝર ટોલ પ્લાઝા છે કે જેના પર નેશનલ હાઈવે ફી નિયમો, 2008 મુજબ યુઝર ચાર્જ વસૂલવામાં આવે છે.

TOLL TEX :  બોજ મુસાફરો પર પડે છે

TOLL TEX

અધિકારીઓ કહે છે કે ટોલ ચાર્જમાં વધારો અને ઇંધણ ઉત્પાદનો પરના ટેક્સથી રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિસ્તરણમાં મદદ મળે છે. પરંતુ વિપક્ષો અને ઘણા વાહનચાલકો ટોલ ટેક્સમાં વાર્ષિક વધારાની ટીકા કરતા કહે છે કે તેનાથી આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન ખર્ચમાં વધારો થાય છે અને આખરે મુસાફરો પર તેનો બોજ પડે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો