આજે મહારાણા પ્રતાપની જન્મ જયંતી ,દેશભરમાં ઉજવણી

0
178

486મી જન્મ જયંતીની દેશભરમાં ભવ્ય ઉજવણી

આજે દેશભરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતી ઉજવાઈ રહી છે. આજે 9 મે અને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 486મી વર્ષગાંઠની ઉજવણી થઇ રહી છે. કેટલાક લોકો હિંદુ પંચાંગ અનુસાર જેઠ માસની ત્રીજના દિવસે ગુરૂ પુષ્ય નક્ષત્રના દિવસે પણ જન્મદિવસ મનાવે છે.

સિસોદિયા વંશના શૂરવીર મહારાણા પ્રતાપસિંહનું વિશાળ વ્યક્તિત્વ અને તેમની શૂરવીરતાની ગાથા દેશની દરેક વ્યક્તિ જાણે છે. તેમનો ચેતક ઘોડો પણ તાકાતવાન હતો. યુધ્ધના મેદાનમાં મહારાણા પ્રતાપસિંહ 104 કિલોની બે તલવારો રાખતા હતા.

ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર ભાલાનું વજન 80 કિલો હતું. તેમની સેનામાં સતત તેમની સાથે એક હાથી પણ રહેતો હતો. અકબર સાથેનું હલ્દી ઘાટીનું યુદ્ધ હોય કે અન્ય મોઘલો સામેના યુદ્ધ તેમની શૂરવીરતા ઇતિહાસના પાનાઓમાં સચવાયેલી છે.

તેમની યશ ગાથાઓ ભારત વર્ષની દરેક પેઢી માટે સતત પ્રેરણા આપી રહી છે.

ચિત્તોડગઢ અને ઉદયપુર નજીક આવેલા તેમના કિલ્લાઓમાં પ્રવાસીઓ મહારાણા પ્રતાપની શૂરવીરતાના દર્શન કરવા પહોંચતા હોય છે .

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઈવ

સતત સમાચારો માટે અમારી વેબ સાઈટ જોતા રહો