Tips for deep sleep : તમને પથારીમાં પડતાની સાથે ઊંઘ નથી આવતી ? અપનાવો આ ટીપ્સ..તમને લાંબી અને ગાઢ નિંદ્રા આવશે  

0
288
Tips for deep sleep
Tips for deep sleep

Tips for deep sleep : આજકાલની ભાગદોડ ભરેલી જીંદગીમાં કોઈ એક વસ્તુ તમને શાંતિ આપતી હોય તો તે છે ઊંઘ, બીજા દિવસની ભાગદોડ માટે પણ સૌથી જરૂરી છે સારી અને લાંબી ઊંઘ, પરંતુ આજકાલની લાઈફસ્ટાઇલથી લોકોની ઊંઘમાં ઘણા વિક્ષેપો પડેલા છે, લોકોને પુરતી ઊંઘ નથી મળી રહી જેનાથી લાંબા ગાળે અસ્વસ્થ અને ચીડચીડા સ્વભાવના થઇ જાય છે, લોકો આ બીમારીથી છુટકારો મેળવવા ઊંઘની ગોળીઓનો સહારો લેતા હોય છે, પરંતુ આજે અમે તમને એવો ઘરેલું ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને માત્ર ઊંઘ જ નહિ પરંતુ લાંબી અને ગાઢ ઊંઘ આવશે,       

Tips for deep sleep

Tips for deep sleep : સ્વસ્થ રહેવા માટે ઊંઘ જરૂરી છે. આ વાત સૌ કોઈ જાણે છે અને રોજ નક્કી પણ કરે છે કે વહેલા સુઈ જવું. દરેક વ્યક્તિ ઈચ્છે કે પથારીમાં પડ્યાની સાથે જ સારી ઊંઘ આવે. પરંતુ દરેક માટે આ શક્ય બનતું નથી. ઘણા લોકોને રાત્રે પગમાં દુખાવો અને બળતરા થતી હોય છે જેના કારણે ઊંઘ આવતી નથી. જો તમારી પણ આ સમસ્યા હોય અને તમે રાત્રે ઊંઘી શકતા નથી તો આજથી જ પગના તળિયામાં સરસવનું તેલ લગાડવાની શરૂઆત કરી દો. 

Tips for deep sleep

Tips for deep sleep : જો તમારે પણ પથારીમાં પડ્યાની સાથે જ ઊંઘી જવું હોય અને સવાર સુધી ગાઢ ઊંઘ કરવી હોય તો રોજ રાત્રે પગના તળિયામાં તેલ લગાડીને સુવાની ટેવ પાડો. ખાસ કરીને જો રાત્રે પગમાં સરસવનું તેલ લગાડો છો તો તેનાથી તમને નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થાય છે. 

Tips for deep sleep

Tips for deep sleep : પગના તળિયામાં તેલ લગાડવાના ફાયદા 

રાત્રે સુતા પહેલા પગના તળિયામાં સરસવનું થોડું તેલ લગાડીને માલિશ કરવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે.  

1. જો તમે પગના તળિયામાં તેલ લગાડીને માલિશ કરો છો તો પિરિયડ સમયે થતી સમસ્યાઓ ઘણી હદે ઘટી જાય છે ખાસ કરીને પિરિયડ ક્રેમ્પથી છુટકારો મળે છે. 

2. પગના તળિયામાં સરસવનું તેલ લગાડી માલિશ કરો તેનાથી તમને ગાઢ ઊંઘ આવશે. 

3. રોજ રાત્રે પગના તળિયામાં માલિશ કરીને સુવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે જેના કારણે ઊંઘ પણ આવે છે અને એન્ઝાઈટી ઓછી થાય છે. 

4. રાત્રે સુતા પહેલા પગના તળિયામાં સરસવના તેલથી માલિશ કરવાથી શરીરમાં બ્લડ ફ્લો સુધરે છે. 

5. પગના તળિયામાં સરસવનું તેલ લગાડીને માલિશ કરવાથી મગજ શાંત થાય છે જેના કારણે ઊંઘ ઝડપથી આવે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો