રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

0
140

અમદાવાદ સહિત દરેક ઝોનમાં વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી માવઠું થઇ રહ્યું છે અને ખેડૂતોના જીવ અધ્ધર કરી દિશા છે. કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયી રહ્યા છે અને પાક નિષ્ફળ ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી આજે ૩જી મે ના દિવસે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ઉત્તર ગુજરાત,ના જીલ્લાઓ , મધ્યગુજરાત દક્ષીણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે અને પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાક રહેશે .

રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા પૂર્ણ થયો છે પરંતુ ખેડૂતો મીટ માંડીને આ વળતરની રાહ જોઈ રહ્યા છે.

અહી ઉલ્લેખનીય છેકે અગાઉ થયેલા કમોસમી વરસાદનો આ સર્વે થયેલો છે તે વળતરની જાહેરાત થઇ નથી અને સર્વે પૂરો થયા પછી પણ કમોસમી વરસાદ ચાલુ રહેતા વધુ નુકશાની અંગે અને ખાસ કરીને કેરીનો પાક નિષ્ફળ થયો છે તે અંગે પણ ખેડૂતોની ચિંતા વધી છે.

વધુ સમાચાર માટે જોતા રહો VR લાઇવ

સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ