ઉત્તરકાશીમાં લાગ્યા ધમકી વાળા પોસ્ટર

0
54

ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જીલ્લાના પુરોલા વિસ્તારમાં લઘુમતી સમુદાયના એક વ્યક્તિ સહિત બે સાગરીતોએ એક સગીરાના અપહરણ કરવાની કોશિશ સ્થાનિકોએ નિષ્ફળ બનાવી હતી. ત્યાર બાદ મુસ્લિમ સમુદાયના વેપારીઓની દુકાનો બહાર આ વિસ્તાર 15 જુન સુધીમાં છોડી દેવાની ધમકી આપવામાં આવી છે.

આ વિસ્તારના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જના જણાવ્યા અનુસાર આ પોસ્ટરો હાલ હટાવી દેવામાં આવ્યા છે અને પોસ્ટર લગાડનાર તત્વોની તપાસ ચાલુ છે. 15 જુને દેવભૂમિ રક્ષા અભિયાન અને મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે તે પહેલા દુકાનો ખાલી કરવા જણાવવામાં આવ્યું છે . પોસ્ટરમાં લખવામાં આવ્યું છેકે લવ જેહાદીઓએ 15 જુન પહેલા આ વિસ્તાર છોડી દેવો. નહીતો સમય કહેશે કે શું થશે. આ પોસ્ટરો લાગ્યા પછી સ્થાનિક પોલીસ સતર્ક છે પરંતુ કેટલાક આ વિસ્તાર છોડીને જતા રહ્યા છે

અહી ઉલ્લેખનીય છેકે દેશમાં લવ જેહાદની ઘટનાઓ જ્યારથી પ્રકાશમાં આવી છે અને તેની પાછળ આતંકી સંગઠનોનો દોરી સંચાર હોવાની વાત સામે આવી છે ત્યારથી આ પ્રકારની ઘટનાઓ અને બંને સમુદાય વચ્ચે ઘર્ષણ ઉભું કરવા અસામાજિક તત્વો તકનો લાભ લઇ રહ્યા છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ