38 લાખ લગ્ન, 5 લાખ કરોડની ખરીદી… લગ્નની સિઝનના વેપારીઓની બલ્લે-બલ્લે

0
219
indian wedding
indian wedding

Wedding season : દેશમાં લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. પહેલા તહેવારોની સિઝન અને હવે લગ્નની સિઝન માટે દેશભરના મોટા બજારો અને વેપારીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વેપારીઓ આ વખતે લગ્નસરાની સિઝનમાં મોટા વેપારની અપેક્ષા રાખી રહ્યા છે. આ વખતે લગ્નની સિઝનમાં દેશભરમાં લગભગ 38 લાખ લગ્ન થશે. સાથે જ વેપારીઓની વાત માનીએ તો આ વખતે લગ્નસરાની સિઝન ખરીદીની બાબતમાં જૂના તમામ રેકોર્ડ તોડી નાખશે.

ભારતમાં 23મી નવેમ્બર એટલે કે આવતી કાલથી લગ્નની સિઝન (Wedding season) શરૂ થઈ રહી છે. ગયા વર્ષે લગ્નની સિઝનમાં લગભગ 32 લાખ લગ્નો થયા હતા, જેના કારણે દેશભરમાં 3.75 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT)ના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, આ વર્ષે અમારું અનુમાન છે કે લગ્નની સિઝનમાં ગત વખત કરતાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો વધુ બિઝનેસ થશે. અમે દેશભરના 30 શહેરોમાં બિઝનેસ સંસ્થાઓ પાસેથી સર્વે કરીને ડેટા એકત્રિત કર્યો છે.

wedding
Wedding season

  • વાગશે બેન્ડ… અને વધશે બિઝનેસ
  • લગ્નની સિઝનમાં 5 લાખ કરોડનો બિઝનેસ થવાનો અંદાજ
  • આ વર્ષે લગ્નની સિઝનમાં 35 લાખથી વધુ લગ્ન સમારંભો યોજાશે
  • 23 નવેમ્બરના દેવઉઠી એકાદશીથી લગ્ન મુહૂર્ત શરૂ

decoration wedding

CAT (All India Traders) અનુસાર, લગ્ન સિઝન બાદ પણ બજારમાં તેજી જોવા મળશે કારણ કે લગ્નની સિઝન પછી, ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન પણ બજારોમાં ઘણું વેચાણ થશે. આ પછી નવા વર્ષની શરૂઆતમાં 14 જાન્યુઆરી એટલે કે સંક્રાંતિના દિવસે લગ્નની સિઝનનો બીજો તબક્કો શરૂ થશે.

આ લગ્ન સિઝન (Wedding season) માં લગભગ 38 લાખ લગ્નના કાર્યક્રમો થશે. આ સમયગાળા દરમિયાન આશરે રૂ. 4.74 લાખ કરોડના બિઝનેસ થવાનો અંદાજ છે. મોટાભાગનો બિઝનેસ જ્વેલરી, ખાદ્યપદાર્થો, કેટરિંગ, બેન્ક્વેટ હોલ, ઈલેક્ટ્રોનિક સામાન અને અન્ય ભેટ વસ્તુઓથી સંબંધિત વસ્તુઓની ખરીદીમાંથી આવવાની અપેક્ષા છે.

અગાઉ, કોરોના સંકટ પછી આ પહેલી દિવાળી હતી, જ્યારે 3.75 લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ બિઝનેસ થયો હતો. કોરોનાને કારણે ઘણા લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. સરકારે લોકોને એકઠા થવા પર પણ નિયંત્રણો લાદ્યા હતા. આવી સ્થિતિમાં વેપારીઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. પરંતુ આ વર્ષે લગ્નની સિઝન બિઝનેસમેન માટે સારી રહેવાની આશા છે.

indian wedding

ઉલ્લેખનીય છે કે, 23 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી છે. આ સાથે લગ્નની સિઝન (Wedding season) પણ શરૂ થશે, જે 15 ડિસેમ્બર સુધી ચાલશે. નક્ષત્રોની ગણતરી પ્રમાણે નવેમ્બરમાં લગ્નની તારીખો 23,24,27,28,29 છે, જ્યારે ડિસેમ્બર મહિનામાં લગ્નની તારીખો 3, 4, 7, 8, 9 અને 15 છે. આ પછી, જાન્યુઆરીના મધ્ય સુધી એક મહિના સુધી લગ્ન માટે કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં. ત્યારબાદ જાન્યુઆરીના મધ્યથી શુભ દિવસો શરૂ થશે અને લગ્નની સિઝનનો આગામી તબક્કો જુલાઈ 2024 સુધી ચાલશે.