નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં 150 ફોન ચોરાયા-આઇપીએલની મજા ચોરોએ માણી

0
228

31 માર્ચે આઇપીએલ ઉદ્ઘાટન સાથે હતુ પહેલુ મેચ

31 માર્ચ અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં આઇપીએલની ધમાકેદાર શરુઆત તો તમને યાદ હશે,અમદાવાદીઓએ ખુબ મજા માણી, પણ આમાં કેટલાક એવા પણ હતા જેઓ મેચ જોવા તો આવ્યા હતા, પણ સાથે હાથ સાફ કરવા પણ પહોચ્યા હતા, તમને જાણીને આંચકો લાગશે કે 31 માર્ચે નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલ મેચમાં 150 મોબાઇલ ચોરીની ફરિયાદ પોલીસને મળી છે, આ જ દિવસે ઉદ્ઘટના સાથે મેચ પણ રમાઇ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્શકો હાજર રહ્યા હતા, પોલીસ સુત્રોની માની તો અહી ફરિયાદીઓએ જણાવ્યુ છે કે તેઓએ આઇફોન જેવા મોબાઇલ ઇએમઆઇ ઉપર લીધુ છે, જેની ઇએમઆઇ પણ ભરાઇ નથી, ત્યારે પોલીસ માટે હાલ આ માથાનો દુખાવો બન્યો છે,