સંસદનું વિશેષ સત્ર મળશે,સંજય રાઉતે કહી આ વાત

0
185
સાંસદ સંજય રાઉતે કર્યાં મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહાર
સાંસદ સંજય રાઉતે કર્યાં મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહાર

 સંસદનું વિશેષ સત્ર મળશે

 સાસંદ સંજય રાઉતનું નિવેદન

મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ હશે : સંજય રાઉત

 વડાપ્રધાન ચીન મુદ્દે ચર્ચા કરી શકે છે : સંજય રાઉત

 સંસદનું વિશેષ સત્ર મળશે ,આ અંગે સંજય રાઉતનુંં નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે સરકારે સંસદ નું વિશેષ સત્ર બોલાવવાની માહિતી આપી છે. આ પછી આ અંગે ચર્ચાઓનું બજાર ગરમ છે. જ્યારે શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે પરંતુ આ વિશેષ સત્ર શા માટે બોલાવવામાં આવ્યું છે તે કોઈ જાણતું નથી. તે દરમિયાન મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ હશે તેથી અમે તેમાં જઈ શકીએ નહીં.

વડાપ્રધાન ચીન મુદ્દે ચર્ચા કરી શકે છે

સંજય રાઉતે કહ્યું કે અમે સાંભળ્યું છે કે વડાપ્રધાન મોદી ચીનના મુદ્દા પર ચર્ચા કરવા માંગે છે. ચીને તેના નકશામાં અરુણાચલ પ્રદેશ અને લદ્દાખનો ભાગ દર્શાવવાથી અમે દુઃખી છીએ અને આ મુદ્દા પર ચર્ચા કરવા માંગીએ છીએ, અમે તેનું સ્વાગત કરીએ છીએ. ચીન અને મણિપુર મુદ્દે સંસદનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ અને તેના પર ચર્ચા થવી જોઈએ. હું વડાપ્રધાન મોદીનો આભારી છું કે તેઓ આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે.

હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

શિવસેના (ઉદ્ધવ ઠાકરે) રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવાર ગણેશ ઉત્સવ દરમિયાન સત્ર બોલાવવામાં આવ્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ સમયે સંસદનું વિશેષ સત્ર બોલાવવું હિંદુ ભાવનાઓની વિરુદ્ધ છે. જેડીયુના પ્રવક્તા નીરજ કુમારે પણ ગણેશ ચતુર્થીના અવસર પર સંસદનું વિશેષ સત્ર બોલાવવા બદલ સરકારની ટીકા કરી છે અને તેને હિન્દુ વિરોધી માનસિકતા ગણાવી છે.

વાંચો અહીં રાજધાની દિલ્હીમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી,