સ્કંદપુરાણમાં ઘનશ્યામ પાંડે “સ્વામી”નો કોઈ ઉલ્લેખ નથી: જગદગુરુ  શંકરાચાર્ય

2
116
સ્કંદપુરાણમાં ઘનશ્યામ પાંડે "સ્વામી"નો કોઈ ઉલ્લેખ નથી: જગદગુરુ  શંકરાચાર્ય
સ્કંદપુરાણમાં ઘનશ્યામ પાંડે "સ્વામી"નો કોઈ ઉલ્લેખ નથી: જગદગુરુ  શંકરાચાર્ય

સ્કંદપુરાણમાં સ્વામીનારાયણ ભગવાનનો ઉલ્લેખ છે અને તેવો દાવો કરવામાં આવ્યો અને કહ્યું કે જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ કહ્યું કે સ્કંદુરાણમાં ક્યાંય ઘનશ્યામ પાંડે ઉર્ફ સહજાનંદ કે સ્વામિનારાયણ નો ઉલ્લેખ જ નથી ! દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્નિયું કે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા ફક્ત 250 વર્ષની છે. જયારે મૂળ ગ્રંથ સ્કંદપુરાણ સનાતન ધર્મનો અને ઋષિ મુનિઓએ હજારો વર્ષો પહેલાં લખ્યો છે . સ્કંદપુરાણમાં સ્વામિનારાયણના નામનો કોઈ ઉલ્લેખ નથી. દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ પોતાનું મૌન તોડી આજે પ્રમાણ સાથે જણાવ્યું કે , સનાતન ધર્મનો મૂળ ગ્રંથ સ્કંદપુરાણ છે, અને હજારો વર્ષો પહેલાં લખાયેલો છે. તેમને ભક્તોની હાજરીમાં આ પુરાણની પ્રત બતાવી અને કહ્યું કે આમાં 88,000 જેટલા શ્લોક છે. આ સ્કંદપુરાણમાં ક્યાય ઉલ્લેખ નથી મળતું અથવા સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈજ ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. પરંતુ પાછળથી કોઈએ નવા પુરાણ બનાવીને તેમાં છેડછાડ કરીને આ બધી વાતો જોડી દીધી છે અને ઉમેરો કરી દીધો હોય તેવું લાગી રહ્યું છે . . પરંતુ મૂળ સ્કંદપુરાણમાં કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણનો ઉલ્લેખ નથી. વધુમાં તેમણે કહ્યું કે અમારી મૂળ જુના પુરાણો છે,આ તમામ પુરાણોમાં ક્યાય કોઈ પણ જગ્યાએ સ્વામીનારાયણ સંપ્રદાય કે સહજાનંદ સ્વામીના નામનો ઉલ્લેખ નથી .

પુરાણોમાં ક્યાય કોઈ પણ જગ્યાએ સ્વામીનારાયણ સંપ્રદાય કે સહજાનંદ સ્વામીના નામનો ઉલ્લેખ નથી

સાળંગપુર હનુમાનજી મંદિરના પરિસરમાં આવેલા કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી પ્રતિમાના નીચે આવેલા ભીંત ચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીને નમન કરતા દર્શાવવામાં આવતા સનાતન ધર્મના સંતોએ વિરોધ કર્યો હયો હતો, આ શરૂ થયેલા વિવાદ બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ સાધુઓના વીડિયો અને નિવેદનો સોશિયલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. આ વિવાદનો સુખદ ઉકેલ આવ્યો અને ભીંતચિત્રો હટાવી લેવામાં આવ્યા છે પરંતુ એક પોસ્ટર અને લખાણ સાથે સદીઓ જુના પુરાણોમાં કળીયુગમાં કલ્કી અવતારનું પ્રગટ્ય થાય તે પહેલા શ્રી હરિ સ્વામી તરીકે અવતાર લેશે તેવો દાવો કરતી પત્રિકા વાઈરલ થઇ હતી

કળીયુગમાં કલ્કી અવતારનું પ્રગટ્ય થાય તે પહેલા શ્રી હરિ સ્વામી તરીકે અવતાર લેશે તેવો દાવો કરતી પત્રિકા વાઈરલ થઇ

સ્કંદપુરાણમાં સ્વામીનારાયણ ભગવાનનો ઉલ્લેખ છે અને તેવો દાવો કરવામાં આવ્યો છે . હાલ આ પત્રિકા પણ વાઈરલ થઇ રહી છે અને આ પત્રિકાના શબ્દો પ્રમાણે જોઈએ તો તેમાં લખ્યું છેકે કલયુગમાં સ્વામી જન્મ લેશે અને ભગવાન સ્વામીનારાયણ તરીકે ઓળખાશે . આ પત્રિકાની વાતોનો જવાબ સનાતાન ધર્મના સંતોએ આ પૌરાણિક ધર્મગ્રંથો સાથે પુરાવા રજૂ કાર્ય છે. દ્વારકાથી જગતગુરૂ શંકરાચાર્યએ કહ્યું કે સ્કંદપુરાણમાં ઘનશ્યામ પાંડે ઉર્નાફે સહજાનંદ સ્વામીના નામનો કોઈ કોઈ ઉલ્લેખ નથી.

સ્કંદપુરાણમાં ઘનશ્યામ પાંડે ઉર્નાફે સહજાનંદ સ્વામીના નામનો કોઈ કોઈ ઉલ્લેખ નથી.

આપને જણાવી દઈએ કે આ વાઈરલ મેસેજમાં મીડિયા પર સવાલો કરવામાં આવ્યા છે અને મીડિયા ફક્ત ટીઆરપી માટે આ સમાચાર આપી રહી છે ત્યારે તમામ મીડિયાકર્મીઓની વિશ્વનીયતા પર કહેવાતા સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓએ સવાલો ઉભા કાર્ય છે .. જે યોગ્ય નથી જ ..

2 COMMENTS

Comments are closed.