ભાજપ દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી

0
57
ભાજપ દ્વારા ત્રણ રાજ્યોમાં જીતની ઉજવણી કરવામાં આવી
ભાજપ દ્વારા ત્રણ રાજ્યોમાં જીતની ઉજવણી કરવામાં આવી

ભાજપ દ્વારા ત્રણ રાજ્યોમાં જીતની ઉજવણી કરવામાં આવી.ચાર રાજ્યોના ચૂંટણી પરિણામમાં રાજસ્થાન ,મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં  ભાજપનો ભવ્ય વિજય થતા ખાનપુર ભાજપ કાર્યલાય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો..મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ધારાસભ્યો, સાંસદ સહિત ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો..જેમાં મહિલા મોરચાની કાર્યકર્તાઓ દ્વારા ગરબા ગાઇને ફટાકડા ફોડી ,ઢોલ નગારા તેમજ પુષ્પોની વર્ષા સાથે વિજય  ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ શહેર પ્રમુખ અમિત શાહ તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા અમદાવાદના મેયર, તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી હોદ્દેદારો હાજર રહ્યા હતા..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રણ રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થતા મીડિયા માં પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે..ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આગળ વધે તેના માટે આજે પ્રજાજનોએ ભારતીય જનતા પાર્ટીને મત આપી વિજય બનાવ્યા છે..મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે  વડાપ્રધાન મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરી છે. તમામ રાજ્યમાં ડબલ એન્જિન સરકારનો લાભ મળે અને ભારત દેશ વધુમાં વધુ આગળ વધે.

ગાંધીનગર ભાજપે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં ભાજપાના ભવ્ય વિજયને ઢોલ નગારાના તાલે ઝૂમી, ફટાકડા ફોડી, એકબીજાનું મોં મીઠું કરી વધાવ્યો. આ તકે શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટે જણાવ્યું હતું કે, આજના પરિણામોથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે જનતાને ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ગેરંટી પર જ ભરોસો છે. આજનો જનાદેશ આવનારી લોકસભા ચુંટણીમાં ભાજપાના પ્રચંડ અને ઐતિહાસિક જનાદેશનો શંખનાદ છે.ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું હતું કે, જનતાએ કોંગ્રેસની ભાગલાવાદી અને તુષ્ટિકરણની રાજનીતિને નકારી દીધી છે. આજનો જનાદેશ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા અંગે જનતાની મહોર છે. આજનો વિજય જનતાનો વિજય છે, ભાજપના કાર્યકર્તાઓનો વિજય છે, આજનો વિજય ભાજપની રાષ્ટ્રવાદ, વિકાસ અને ગરીબ કલ્યાણની રાજનીતિનો વિજય છે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ