મેડિકલ વેસ્ટ મળવાનો સિલસિલો યથાવત

0
85

કડી પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી મેડિકલ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. કડીમાં બાયો મેડિકલ વેસ્ટ એક અઠવાડિયામાં ત્રીજી વખત મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. ત્યારે કડી તાલુકાના ઘુમાસણ સીમમાં આવેલા તળાવના કિનારેથી એક્સપાયર ડેટવાળી દવાઓ, ઇન્જેક્શન મળી આવતા રોગચાળાની દહેશત ઉભી થવા પામી છે. હજુ એક અઠવાડિયા પૂર્વે કડી તાલુકાના સરસાવ ગામની સીમમાંથી બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો અને એક્સપાયર ડેટ વાળી દવાઓની બોટલો મળી આવી હતી. જ્યાં ફરી એકવાર કડી પંથકમાંથી બાયોમેડિકલ વેસ્ટ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.દવાઓ ઉપર જોતા એક જાન્યુઆરી 2023માં એક્સપાયર ડેટ થતી હોય તેવું પણ લખાણ જોવા મળી રહ્યું હતું. નિહાળો વીઆર લાઈવ પર વધુ જાણકારી માટે યુ -ટ્યુબ પર જુઓ