નવરાત્રી મહાપર્વ એટલે માં જગદંબાના સ્વરૂપોની આરાધના ભક્તિ અને શક્તિનો પર્વ. નવ દિવસ માતા જગદંબાની આરાધના કરાય છે .અમદાવાદ શહેરમાં એક તરફ પાર્ટી પ્લોટમાં આધુનિક ગરબાની ધૂમ છે ત્યારે શેરી ગરબાની પરંપરા પણ શહેરીજનોએ સાચવી રાખી છે. અમદાવાદ શહેરમાં માં જગદંબાની આરાધના અમદાવાદની પોળો, સોસાઈટી અને મહોલ્લામાં હાલ નવરાત્રી પર્વ ધામધુમથી મનાવાઇ રહ્યું છે અને અલગ અલગ કાર્યક્રમો, પહેરવેશ અને થીમ દ્વારા ગરબાની રંગત શહેરમાં જામી છે ત્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કેવી રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને નવરાત્રી પર્વ પર કેવો માહોલ છે તે મેળવવાનો વી.આર.લાઈવની ટીમે પ્રયત્ન કર્યો. અમદાવાદની પોળોમાં આજે પણ શેરી ગરબાની પરંપરા સચવાઈ છે . પરંતુ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અનેક એપાર્ટમેન્ટમાં આ પરંપરા સાચવવાનો પયત્ન કરી રહ્યા છે . પશ્ચિમ વિસ્તારના પોષ એરિયા ગણાતા પ્રેરણાતીર્થ જૈન દેરાસર રોડ પર કલા દર્શન એપાર્ટમેન્ટ જોધપુરના રહીશોએ ધામધૂમથી નવરાત્રીનું આયોજન કર્યું છે. અહી એક સરખા ટ્રેડિશનલ ડ્રેસિસમાં ગરબાની રમઝટ બોલાવી . પારંપારિક અર્વાચીન ગરબાની ધૂન અને જાણીતા ગરબાથી માં જગદંબાની આરાધના કરતી નારીશક્તિના દર્શન અહી જોવા મળ્યા.
1508 દિવાઓથી 15 ફૂટનું માતા કાલિકાનું મુખારવિંદ બનાવ્યું મહિલાઓએ
આ ઉપરાંત અમદાવાદના સાયન્સ સીટી સર્કલ ખાતે આવેલ અર્થ એરોમાં સોસાયટી ખાતે સાતમા નોરતે દીવડાઓ દ્વારા માં કાલિકાનું મુખારવિંદ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને સોસાયટીની 30 થી વધુ મહિલાઓએ સતત 2 દિવસની અથાગ તૈયારીઓ બાદ સતત 3 કલાકની મહેનતે 1508 ઝગમગતા દિવડાઓથી આશરે 15 ફૂટનું માતા કાલિકાનું મુખારવિંદ બનાવ્યું હતું અને માતાજીની આરાધના કરી હતી.અમદાવાદના સાયન્સ સીટી સર્કલ ખાતે આવેલ અર્થ એરોમાં સોસાયટી ખાતે સાતમા નોરતે દીવડાઓ દ્વારા માં કાલિકાનું મુખારવિંદ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને સોસાયટીની 30થી વધુ મહિલાઓએ સતત 2 દિવસની અથાગ તૈયારીઓ બાદ સતત 3 કલાકની મહેનતે 1508 ઝગમગતા દિવડાઓથી આશરે 15 ફૂટનું માતા કાલિકાનું મુખારવિંદ બનાવ્યું હતું અને માતાજીની આરાધના કરી હતી. 1508 દિવાઓથી આખી કૃતિ સુંદર જોવા મળતી હતી. દીવડાઓ સતત 2 થી 3 કલાક સુધી ઝળહળતા જોવા મળ્યા હતા.
અમદાવાદમાં ટ્રાફિક અવરનેસ અને સેફટીના સંદેશ સાથે બાઈકર્સએ કર્યા ગરબા
અમદાવાદમાં ટ્રાફિક અવરનેસ અને સેફટીના સંદેશ સાથે બાઈકર્સની રેલી સાથે રાઈડ ડ્રેસમાં ગરબા રમ્યા હતા. હાલ રાજ્યભરમાં નવરાત્રીનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદ ખાતે ગુજરાતમાં પ્રથમ વાર ગુજરાત બાઈકર્સ કોમ્યુનિટીના આશરે 30 જેટલા બાઈકર્સ દ્વારા ટ્રાફિક અવેરનેસનો સંદેશ પાઠવતા રિવર ફ્રન્ટથી એસ જી હાઇવે ખાતે આવેલ એક પાર્ટી પ્લોટ સુધી બાઈકસ રાઈડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સંપૂર્ણ બાઈકર્સ પહેવેશ (હેલ્મેટ, રાઈડિંગ જેકેટ ગ્લવસ અને અન્ય) સાથે ગરબા કાર્નિવલ ખાતે ગરબા ગ્રાઉન્ડ પર ત્રણ તાળી, રાસ અને ગરબે ઝૂમયા હતા. આ બાઈકર્સ રેલી અને ગરબા કરવાના હેતુ અંગે આયોજક વિશાલ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં ટ્રાફિકને લઈ લોકો હજુ પણ ખૂબ અજાણ હોય છે. ડ્રાઇવ કરતી વખતે રોડ પર કઈ સાઈડ ચાલવું, વાહન કઈ રીતે ચલાવવું, કઈ રીતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તે અંગેનો સંદેશ લોકો સુધી પહોંચે તે માટે આ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 30 જેટલા અમદાવાદ, ગાંધીનગર અને કલોલ જેવા શહેરોથી 30 જેટલા ગુજરાત બાઈકર્સ કોમ્યુનિટીથી જોડાયેલ બાઈકર્સ જોડાયા હતા અને ત્યારબાદ ગરબા સ્થળે જઈ બાઈકર્સ પહેરવેશમાં જ ગરબા રમી લોકો સુધી ટ્રાફિક અવેરનેસનો સંદેશ આપવામાં આવ્યો હતો.