માટીના ગરબાની પરંપરા આધુનિક સમયમાં પણ યથાવત

0
422
માટીના ગરબાની પરંપરા આધુનિક સમયમાં પણ યથાવત
માટીના ગરબાની પરંપરા આધુનિક સમયમાં પણ યથાવત

નવરાત્રી અને દિવાળી નજીક આવી રહી છે તેમતેમ કુંભકારની વસાહતોમાં અને કારીગરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણકે ભલે સમય બદલાયો હોય અને ડિજીટલ યુગમાં લોકો આધુનિક બન્યા છે પરંતુ માટીના કોડિયા અને ગરબાની માંગ યથાવત છે. કારણકે માતાજીના માટીના ગરબા સાથે જોડાયેલી પરંપરા લોકો જીવંત રાખી રહ્યા છે અને અસ્થા , શ્રદ્ધા અને આરાધનાનું પર્વ ધામધુમથી મનાવવા તૈયાર છે. માટીના કોડિયા અને માટીના ગરબા બનાવતા કારીગરો વ્યસ્ત છે અને માંગને પહોંચી વળવા ચોવીસ કલાક મહેનત કરી રહ્યા છે. અને પરિવારો ખરીદીમાં વ્યસ્ત બન્યા છે.

કારીગરોનું કહેવું છેકે ચાઈનીજ કોડિયા અને ગરબાનું આક્રમણ થતા ભારતીય બજારમાં લોકોએ વપરાશ શરુ પણ કર્યો હતો પરંતુ જયારે લોકલ ફોર વોકલની અપીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ તથા ચીનના ઉત્પાદનોમાં થયેલો વિરોધ અને ત્યાર પછી આવેલી જનજાગૃતિને કારણે તથા સદીઓથી ચાલતી આવતી પરંપરાને સાચવવાના મૂળ હેતુ થી માટીના કોડિયા અને ગરબા બનાવતા કારીગરોમાં ફરી એક વાર જાણે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂની પેથીના માણસોને ખાસ યાદ હશે કે ગામડાઓમાં નીભાડામાં પકવેલા માટીના ગરબા અને કોડિયા નવરાત્રીના એક મહિના પહેલાજ ચાલુ થઇ જતા અને ગામડાના કારીગરી રાતદિવસ માંગને પહોંચી વળવા નહેનત કરતા હતા. નવરાત્રી અને દિવાળી સિવાય આ કારીગરો માટલા બનાવીને કે રોટલા શેકવાની લોધી બનાવતા હતા પરંતુ આધુનીક્તાએ તેમાં પણ જાણે આ કારીગરોને માર આપ્યો હોય તેમ માટલા અને માટીની લોઢીની માંગ દિવસે ને દિવસે ઓછી થતી ગઈ અને કારીગરોના નવી પેઢીના યુવાનો અન્ય વ્યવસાયમાં જોડાવા મજબુર બન્યા પરંતુ આજે પણ અનેક પરિવારો આ પરંપરાને પહોંચી વળવા કામ કરી રહ્યા છે.

ગરબો

આધુનિક સમયમાં પણ માટીના કોડીયાની માંગ જોવા મળી રહી છે સમયની સાથે માટીના કોડીયા અને ગરબા બનાવવાનો ચાકડો લાકડાના બદલે હવે ઈલેકટ્રીક સંચાલિત બન્યો છે. એક સમય હતો ગામડામાં કુંભકારની વસાહતમાં નવરાત્રી અને દિવાળી નજીક આવે ત્યારે ધમધમાટ જોવા મળતો. આજે આ પરિવારો પણ આધુનિક બન્યા છે અને માટીના વાસણો બનાવવાનો ચાકડો સંપૂર્ણ રીતે વીજળી સંચાલિત બન્યો છે અને વધુ પ્રોડક્શન કરવામાં મદદરૂપ થઇ રહ્યો છે. કારીગરો પણ હવે લાકડાના ચાકડાને બદલે વીજળીથી ચાલતા ચક્દાનો ઉપયોગ કરીને સદીઓ જૂની પરંપરાને સાચવી પણ રહ્યા છે અને આધુનિક બનીને પોતાનો વ્યાપાર વિકસિત કરી રહ્યા છે.

વી.આર. લાઈવ પણ અમારા વાચકો અને દર્શકોને આ નવરાત્રી અને દીપાવલી આ કારીગરોને મદદરૂપ બનવાની અને આપની પ્રાચીન પરંપરાને જીવિત રાખવાની અપીલ કરે છે.