રાજધાની દિલ્હીમાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત

0
157
રાજધાની દિલ્હીમાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત
રાજધાની દિલ્હીમાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત

દિલ્હીમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. દેશની રાજધાનીમાં રખડતા સ્વાન જાણે તંત્રની બેદરકારીને કારણે બેફામ બન્યા છે અને શહેરના નાગરિકોની પરેશાનીમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં તમામ પોશ વિસ્તારો સહિત એક પણ ગલી કે મહોલ્લો બચ્યો નથી જ્યાં રખડતા સ્વાન અને હડકાયા સ્વાન જોવા ન મળે . વસંત કુંજમાં નર્મદા એપાર્ટમેંટ રોડ પર એક રાહદારીને રખડતા સ્બાવાને ભચકા ભરતા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છેકે આ વસાહતમાં તહેવારોને લઈને અવર જવર વધી છે અને કલરકામ આવતા મજુરો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે. ક્યારેક રખડતા સ્વાન ક્યારે કરડીને ગુમ થઇ જય છે ખ્યાલ નથી આવતો. સ્થાનિકોએ આ મામલે તંત્રમાં ફરિયાદ કરી છે પરંતુ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં બેદરકારી ભર્યું વલણ જોવામાં આવી રહ્યું છે.

વરિષ્ઠ નાગરિકો અને બાળકો બની રહ્યા છે ભોગ

દિલ્હીવાસીઓનું કહેવું છેકે શ્વાનનો ભોગ જયારે અનેક રહીશો બની રહ્યા છે ત્યારે રેસીડેન્સ વેલ્ફેર એસોશિએશન આ શ્વાનના કરડવાના કિસ્સાઓથી સારી રીતે વાકેફ છે પણ આ એસોશિએશન રહીશોને વારંવાર કરડી રહેલા કુતરાઓ પર કાબુ કેવી રીતે મેળવવો અને નાગરિકોની સુરક્ષા માટે શું કરવું તે અંગે મૌન છે. બાળકો અને વરિષ્ઠ નાગરિકો રખડતા શ્વાનના ત્રાસથી ભયભીત છે. કેટકાલ રહીશોનું કહેવું છે કે કેટલીક મહિલાઓ ગલીના સ્વાનને ખોરાક આપે છે અને તે કારણે રખડતા સ્વાન અડ્ડો જમાવીને બેઠા હોય છે અને અન્ય લોકોને પરેશાન કરી રહ્યા છે. અને રહેણાંક વિસ્તારમાં આ સ્વાન આવી જતા બાચકા ભરવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છેકે કેર્લીક એન.જી.ઓ. સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને મહિલાઓ રોડ પરના સ્વાનને ભોજન સાથે અંત્ય ચીજ વસ્તુઓ જેવીકે ઠંડી ગરમી બચવા ખાસ પ્રકારના કાપડ પણ સ્વાનને પૂરું પાડીને રહેણાક વિસ્તારમાં રોડ પર સ્વાનને રહેવા આમંત્રણ આપે છે અને ત્યાર બાદ સામાન્ય નાગરિકો, બાળકો , વડીલો તેમના ત્રાસનો ભોગ બંને છે. પરંતુ સ્થાનિકો દ્વારા કરવામાં આવતી ફરિયાદ પ્રત્યે તંત્ર જાણે નીરસ હોય તેવું લાગી રહ્યું છે અને દિલ્આહી વાસીઓ સમસ્યાનો ઉકેલ આવે તેની રાહ જોઇને બેઠા છે.