ચાઇનીઝ દોરીનો આતંક : હજુ ઉત્તરાયણમાં એક માસ જેટલો સમય બાકી છે, પરંતુ માર્કેટમાં ચાઇનીઝ દોરીથી ગળા કપાવાની ઘટનાઓ વધવા લાગી છે, ૧૦ દિવસ અગાઉ પણ આણંદમાં ચાઇનીઝ દોરીથી ગળું કપાવાની ઘટનાથી એક યુવકનું મોત થયું હતું ત્યારે આજે વધુ એક ઘટના આણંદમાં જ બની છે, આણંદના બોરસદ ચોકડી બ્રીજ નજીક એક બાઈક સવાર યુવાનના ગળામાં દોરી ફસાઈ જતા (ચાઇનીઝ દોરીનો આતંક) ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ચાઇનીઝ દોરીનો આતંક
ઉત્તરાયણ (kite festival) ના પર્વ પહેલાજ આણંદમાં પતંગની દોરીના કારણે દુર્ઘટના બનવાની શરૂ થઇ ગઇ છે. આણંદના બોરસદ ચોકડી બ્રિજ પર એક યુવકના ગળામાં (Chinese kite thread) દોરી ફસાઇ ગઇ હતી. આ યુવક બ્રિજ પર બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો, તે દરમિયાન અચાનક પતંગની દોરી આવીને ગળામાં ફસાઇ ગઇ હતી. ઘટનામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. દોરીના કારણે યુવકનું ગળું કપાતા લોહીથી તરબતર થઇ ગયો હતો અને બાઇક પણ સ્લીપ થતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. અને બાઇકને પણ નુકસાન થયું હતુ.
આ દુર્ઘટના બાદ સ્થળ પર હાજર સ્થાનિકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને એમ્બ્યુલન્સ મારફતે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ યુવક મોગરનો રહેવાસી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા બજારમાં ચાઇનીઝ પ્લાસ્ટિક દોરી (Chinese kite thread), ચાઇનીઝ તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે, પરંતુ વેપારીઓને જાણે પોલીસ કે કાનુનનો ડર જ ના હોય તેમ માર્કેટમાં બેફામ ચાઇનીઝ દોરીનું વેચાણ થઇ રહ્યું છે, ઉત્તરાયણ આવતાની સાથે જ પોલીસ તંત્ર અચાનક સુતેલી અવસ્થામાંથી જાગી ખાલી બનાવની નોંધ ખાતર અમુક કાર્યવાહી કરી સંતોષ અનુભવવાનું નાટક કરશે, અત્રે તંત્રને અપીલ છે કે પાણી આવ્યા પહેલા પાળ બાંધવાના પ્રયાસ અત્યારથી જ કરે તો કોઈનો જીવ બચી શકે.
તમે આ પણ વાંચી શકો છો.
#RAJYASABHA : નમાજ પઢવાને લઈને આવ્યો મોટો નિર્ણય !