ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન ૨થી ૩ ડિગ્રી ઊંચકાયું

0
38
qu9eaud3

સુરેન્દ્રનગર, રાજકોટ અને કંડલામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાન ૨થી ૩ ડિગ્રી વધ્યું છે. રાજ્યના 6 શહેરોમાં 35 ડિગ્રીથી પણ વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સુરેન્દ્રનગર, રાજકોટ અને કંડલામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જયારે ભુજ-અમદાવાદમાં 36 ડિગ્રી, ગાંધીનગર અને વડોદરામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી થોડા દિવસો દરમિયાન ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.