સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી

0
180
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી

RRTS: ‘નેશનલ પ્રોજેકટ પ્રભાવીત : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી

RRTS: ‘નેશનલ પ્રોજેકટ પ્રભાવીત : સુપ્રીમ કોર્ટ

પૈસા જાહેરાતો પાછળ ખર્ચાઈ રહ્યા છે : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે મંગળવારે દિલ્હી સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે દિલ્હી સરકાર રિજનલ રેપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટ માટે ફંડ ફાળવવાનું વચન આપ્યા પછી પણ ફંડ ફાળવી રહી નથી. નારાજગી વ્યક્ત કરતા કોર્ટે કહ્યું, ‘દિલ્હી સરકાર કોર્ટના આદેશનું પાલન કેમ નથી કરી રહી? અમે તમારા એડવર્ટાઈઝિંગ બજેટ પર રોક લગાવીશું અને તેને RRTS પ્રોજેક્ટમાં ડાયવર્ટ કરીશું.જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયા એ વાત પર સહમત થયા કે દિલ્હી સરકાર પોતાના વચનનું ઉલ્લંઘન કરી રહી છે. દિલ્હી સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે દિલ્હી સરકારના જાહેરાત ખર્ચને પ્રોજેક્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, કોર્ટે કહ્યું કે તેનો આદેશ એક અઠવાડિયા સુધી પેન્ડિંગ રહેશે અને જો સરકાર આ સમયગાળા દરમિયાન બજેટ ફાળવશે નહીં, તો તેનો આદેશ અમલમાં આવશે.

જાહેરાત બજેટને લઈને દિલ્હી સરકારને ફટકાર લગાવી

બેન્ચે કહ્યું કે એપ્રિલમાં દિલ્હી સરકારે રકમ (415 કરોડ) આપવાનું વચન આપ્યું હતું. બેન્ચે નોંધ્યું હતું કે RRTS પ્રોજેક્ટ દિલ્હીમાં પ્રદૂષણમાં પણ ઘટાડો કરશે. ખંડપીઠે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં દિલ્હી સરકારના બજેટ ફાળવણીમાં લગભગ 1100 કરોડ રૂપિયા જાહેરાતો માટે ફાળવવામાં આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં પણ આ ફાળવણી રૂ. 550 કરોડ છે. બેન્ચે કહ્યું કે બજેટની ફાળવણી એ એવી વસ્તુ છે જેને સરકારે પૂરી કરવી જોઈએ. પરંતુ જો રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સને અસર થશે અને તેના બદલે જાહેરાત પર નાણાં ખર્ચવામાં આવશે, તો અમારે પ્રોજેક્ટ્સમાં જાહેરાત ભંડોળ ટ્રાન્સફર કરવું પડશે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ