સુપ્રીમ કોર્ટે બે મહત્વની અરજીઓ પર કરી સુનાવણી વાંચો અહીં

0
62
મહિલાને ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપવાનો સુપ્રીમ કોર્ટેનો ઈનકાર
મહિલાને ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપવાનો સુપ્રીમ કોર્ટેનો ઈનકાર

જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજવાની અરજીનો મામલો

સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી મુલતવી રાખી

કલમ 370 સંબંધિત મામલો સુપ્રીમમાં 11 જુલાઈએ સૂચિબદ્ધ

સુપ્રીમ કોર્ટે બે મહત્વની અરજીઓ પર સુનાવણી કરી હતી .જેમાં સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં કોઈપણ વિલંબ વિના વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી મુલતવી રાખી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં કોઈપણ વિલંબ વિના વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર સુનાવણી મુલતવી રાખી છે. અદાલતનું કહેવું છે કે કલમ 370 સંબંધિત મામલો 11 જુલાઈના રોજ સૂચિબદ્ધ છે અને તે પછી જ તેઓ આ અરજી પર સુનાવણી કરશે.તમને જણાવી દઈએ કે, હર્ષદેવ સિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને જમ્મુ-કાશ્મીરમાં લોકતાંત્રિક પ્રક્રિયાને પુનઃસ્થાપિત કરવા વહેલી વિધાનસભા ચૂંટણીની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે લોકોને લાંબા સમય સુધી લોકતાંત્રિક અધિકારોથી વંચિત રાખી શકાય નહીં. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટાયેલી સરકાર હોવી જરૂરી છે જે મુદ્દાઓને ઉકેલવા માટે કામ કરે.

મણિપુરમાં વારંવાર ઇન્ટરનેટ બંધ કરવા સામે અરજી

મણિપુરના બે લોકોએ કરી હતી અરજી

સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

સર્વોચ્ચ અદાલતે ગુરુવારે હિંસાગ્રસ્ત મણિપુરમાં વારંવાર ઇન્ટરનેટ બંધ કરવા સામે કરેલી મણિપુરના બે રહેવાસીઓની અરજીને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે તેમને આ મામલે હાઈકોર્ટમાં જવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે નોંધ્યું હતું કે આ મામલો મણિપુર હાઈકોર્ટની ડિવિઝન બેંચ સમક્ષ પહેલેથી જ છે, જેણે એક નિષ્ણાત સમિતિની રચના કરી હતી અને રાજ્યમાં ઈન્ટરનેટ પુનઃસ્થાપિત કરી શકાય કે કેમ તેની તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે ચોંગથમ વિક્ટર સિંઘ અને માયેંગબામ જેમ્સની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજદારો તરફથી હાજર રહેલા એડવોકેટ શાદાન ફરાસતે કહ્યું કે આ મામલો મણિપુરમાં ઈન્ટરનેટ પ્રતિબંધથી સંબંધિત છે.

વાંચો અહીં મહારાષ્ટ્રના રાજકારણ અંગે સાંસદ કપિલ સિબ્બલે શું આપી પ્રતિક્રિયા