રાજ્યમાં આજે આકરી ગરમીથી રાહત મળશે

0
285

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગઝરતી ગરમી પડવાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે તે વચ્ચે કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં દિવસ દરમિયાન આકરી ગરમીથી રાહત મળી શકે છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 26% રહેશે. અમરેલી જીલ્લામાં પણ આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 39% રહેશે.જયારે બીજા અન્ય આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,.ભાવનગર, જામનગર ,સુરેન્દ્રનગર ,દાહોદ, બોટાદ સહિતના તમામ તેમજ અન્ય  જિલ્લાઓમાં પણ આજે ગરમીથી રાહત મળશે.