રાજ્ય સરકારે 25 નવી એસટી બસ શરૂ કરી

0
41
રાજ્ય સરકારે 25 નવી એસટી બસ શરૂ કરી
રાજ્ય સરકારે 25 નવી એસટી બસ શરૂ કરી

રાજ્ય સરકારે 25 એસટી બસ શરૂ કરી

ગાંધીનગર એસટી ડેપોથી વધુ 25 બસ શરૂ

ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીનું નિવેદન

 રાજ્યના નાગરિકોની સેવામાં નવી બસો મળી રહી છે : હર્ષ સંઘવી

હજુ પણ દિવાળી પહેલા નવી બસોની શરૂ કરવામા આવશે : હર્ષ સંઘવી

રાજ્યના નાગરિકોની સેવમાં રાજ્ય સરકારે વધુ 25 એસટી બસ શરૂ કરી છે..ગુજરાતમાં દરરોજ 25 લાખથી વધુ લોકો મુસાફરી કરતા હોય છે જેને ધ્યાને લઇ વાહનવ્યહર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી ડેપોથી વધુ 25 બસો શરૂ કરી છે..મંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું કે હજુ પણ દિવાળી પહેલા નવી બસોની સેવા શરૂ કરવામાં આવશે… હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે  સામાન્ય નાગરિકોને કોઈ પણ મુશ્કેલીના પડવી જોઈએ..

દિવાળીના સમયે મુસાફરીમાં સુવિધા વધારવા રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાને લઈ નાગરિકોની મુસાફરીમાં સુવિધા ઉભી કરવા પાંચ સ્લીપર કોચ અને ૨૦ સીટીંગ બસોનું રાજ્યના ગૃહ તેમજ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિધિવત રીતે લોકાર્પણ કરી લીલી ઝંડી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ મંત્રીએ બસોનું નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે લોકોની યાત્રા સુખદ રહે તે માટે રાજ્યનો માર્ગ અને પરિવહન વિભાગ સતત પ્રયત્નશીલ છે. સાથે તેમણે તહેવારોમાં પણ પોતાની ફરજ અદા કરતા એસ.ટી કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ લોકોની સુખાકારી માટે તહેવારો સમયે પોતાની ફરજ નિભાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ધારાસભ્ય જે .એસ પટેલ, ગાંધીનગરના મેયરશ્રી હિતેશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ,, ડેપ્યુટી મેયરપ્રેમલસિંહ ગોલ, ગુજરાત એસટી નિગમના એમ.ડી એન. એ. ગાંધી તથા ગાંધીનગર એસટી ડેપોના સ્ટાફ મેમ્બર્સ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.