The Sinister Saint: સુરતના ધોરણ પારડીમાં પાખંડી ‘યોગ ગુરુ’નો પર્દાફાશ આશ્રમમાં રહસ્યમય ભોંયરું, નકલી નોટોનું રેકેટ અને સંતાન પ્રાપ્તિના નામે લાખોની લૂંટ

0
136
The Sinister Saint
The Sinister Saint

The Sinister Saint: યોગ અને આયુર્વેદના ઓઠા હેઠળ ચાલતા એક મોટા કૌભાંડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. ધોરણ પારડી સ્થિત ‘સત્યમ યોગ ફાઉન્ડેશન’ના સંચાલક અને કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટંગીયાના પાપનું પોટલું હવે જાહેરમાં ખુલ્યું છે. બે કરોડની નકલી નોટો સાથે ઝડપાયેલા આ પાખંડીના આશ્રમમાંથી હવે રહસ્યમય ભોંયરા અને અશ્લીલ કરતૂતો સામે આવતા ચકચાર મચી ગઈ છે.

The Sinister Saint: કિલ્લા જેવી દીવાલો અને રહસ્યમય ભોંયરું

The Sinister Saint

પોલીસ અને ગ્રામજનો જ્યારે આશ્રમમાં તપાસ માટે પહોંચ્યા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી:

  • રહસ્યમય ભોંયરું: આશ્રમમાં ઓપરેશન થિયેટર અને લેબની નીચે 15થી 20 ફૂટ ઊંડું ભોંયરું મળી આવ્યું છે. આ ભોંયરાને ટાઇલ્સ લગાવીને ગુપ્ત રાખવામાં આવ્યું હતું.
  • કિલ્લેબંધી: આશ્રમની આસપાસ 15 ફૂટ ઊંચી દીવાલો બનાવીને અંદરની ગતિવિધિઓ ગુપ્ત રાખવામાં આવતી હતી.

The Sinister Saint: સંતાન પ્રાપ્તિ અને નકલી દવાઓનો ખેલ

The Sinister Saint

માત્ર 12 પાસ હોવા છતાં પ્રદીપ જોટંગીયા પોતાને ડોક્ટર ગણાવતો હતો.

  • ગર્ભધારણ શિબિર: સંતાન પ્રાપ્તિ માટે તે મુંબઈ જેવા મોટા શહેરોમાંથી લોકોને બોલાવી 15થી 18 હજાર રૂપિયા લઈને નકલી દવાઓ આપતો હતો.
  • દવાઓમાં ભેળસેળ: તે બજારની જાણીતી આયુર્વેદિક કંપનીના ડબ્બામાં પોતાની હલકી ગુણવત્તાની દવાઓ ભરીને ત્રણ-ચાર ગણી કિંમતે વેચતો હતો.

The Sinister Saint: સોશિયલ મીડિયા પર અશ્લીલતાનો પ્રચાર

The Sinister Saint

આ પાખંડી ગુરુના વીડિયો પણ વિવાદમાં આવ્યા છે. તે એક સગીર બાળકને અર્ધનગ્ન કરી ‘સુષુમ્ણા નાડી’ સમજાવતો હોવાનો દાવો કરતો હતો. વધુમાં, યોગના નામે તે પ્રાઈવેટ પાર્ટ્સ વિશે અયોગ્ય ભાષામાં સંબોધન કરી લોકોની લાગણીઓ સાથે રમત રમતો હતો.

લક્ઝરી ગાડીઓ ગાયબ, સાધ્વીઓનો બચાવ

ધરપકડ બાદ આશ્રમ પરિસરમાંથી થાર અને ઇનોવા જેવી કિંમતી ગાડીઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ છે. બીજી તરફ, આશ્રમની સાધ્વીઓ હજુ પણ ગુરુજી નિર્દોષ હોવાનું અને તેમને ફસાવવામાં આવ્યા હોવાનું રટણ કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લીક કરો : આંધ્રમાં ‘સફેદ ઝેર’નો કહેર: નકલી દૂધ પીવાથી 16 નિર્દોષોના મોત, હજુ 3 દર્દી ICUમાં જિંદગી અને મરણ વચ્ચે