દુનિયાનો એકમાત્ર દેશ કે જ્યાં નથી નદી! જોવો કઈ રીતે પહોંચાડે છે પાણી…

0
255

કોઇપણ દેશના વિકાસમાં પાણી એ મહત્વનો રોલ ભજવે છે. દરેક દેશ પાણી વગર અધૂરા છે.  ભારતમાં નદીઓ, ઝરણાં, તળાવો વગેરેની પૂરતી હાજરી હોવા છતાં ઘણી જગ્યાએ ભૂગર્ભ જળ સ્તર નીચું ગયું છે, જેના કારણે લોકોને તે સ્થળોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એવામાં વિશ્વમાં એક એવો દેશ છે, જ્યાં એક પણ નદી નથી. આ દેશનું નામ સાઉદી અરેબિયા. આ એક એવો દેશ છે, જ્યાં એકપણ નદી નહીં હોવા છતાં વિકાસે હરણફાળ ભરી છે. આ દેશ પાણી પહોંચાડવા માટે ઘણા પૈસા ખર્ચે છે. સાઉદી મોટાભાગે ભૂગર્ભ પીવાના પાણી પર નિર્ભર છે, ત્યાંના લોકો હજુ પણ પાણી મેળવવા માટે કૂવાના પાણીનો ઉપયોગ કરે છે. જોકે, ટૂંક સમયમાં ભૂગર્ભ જળનો આ ભંડાર પણ ખતમ થઈ જશે. હાલ તો દરિયાના પાણીને પણ ત્યાં પીવાલાયક બનાવવામાં આવે છે, જેનો ખર્ચ ઘણો થાય છે.