
મસૂરી-દહેરાદૂન રોડ પર બસ ખાણમાં પડતા ભારતીય સેના વ્હારે આવી
ITBPના જવાનોએ ૨૬ લોકોના જીવ બચાવ્યા, ઘાયલો હાલ સારવાર હેઠળ
મસૂરી-દહેરાદૂન રોડ પર એક બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ભારતીય સેના રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી ગઈ હતી. ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની મદદથી તમામ ઇજાગ્રસ્તોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આઈટીબીપીના જવાનોએ બસમાં સવાર 26 લોકોને બહાર કાઢ્યા છે. આ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ કેટલાક લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં મહિલા અને તેની પુત્રીનું મોત થયું છે,જ્યારે બાકીના બધાને ખીણમાંથી બહાર કાઢી લેવાયા હતા.