માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા કંપનીઓ, મીડિયા પ્લેટફોર્મ અને ઓનલાઇન જાહેરાત મધ્યસ્થીઓને સલાહ આપી છે કે તેમણે સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતો / પ્રમોશનલ સામગ્રી પ્રસિદ્ધ કરવામાંથી દૂર રહેવું જોઈએ. મંત્રાલયે આજે જારી કરેલી એક એડવાઇઝરીમાં મુખ્યધારાના અંગ્રેજી અને હિન્દી અખબારો દ્વારા સટ્ટાબાજીની વેબસાઇટ્સની જાહેરાતો અને પ્રમોશનલ કન્ટેન્ટ ધરાવતા તાજેતરની જાહેરખબરોની સામે સખત વાંધો ઉઠાવ્યો છે. આ એડવાઇઝરી અખબારો, ટેલિવિઝન ચેનલો અને ઓનલાઇન ન્યૂઝ પબ્લિશર્સ સહિત તમામ મીડિયા સંસ્થાનોને લાગુ પડશે.
મંત્રાલયે એક વિશિષ્ટ સટ્ટાબાજી પ્લેટફોર્મ દ્વારા પ્રમોશન સામે પણ વાંધો ઉઠાવ્યો છે, જે પ્રેક્ષકોને તેની વેબસાઇટ પર સ્પોર્ટ્સ લીગ જોવા માટે પ્રોત્સાહિત કરે છે, જે પ્રથમ દ્રષ્ટિએ કોપીરાઇટ એક્ટ, 1957 નું ઉલ્લંઘન હોવાનું જણાય છે.
https://twitter.com/ANI/status/1643962487786864640?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1643962487786864640%7Ctwgr%5E950b7dec7c0f4772bb5443de1c25ee50fe7cd6e6%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fministry-of-ib-issued-a-fresh-advisory-warning-against-advertisements-of-betting-and
કાનૂની જવાબદારી તેમજ મીડિયાની નૈતિક ફરજ પર ભાર મૂકતી વખતે, એડવાઇઝરીમાં પ્રેસ કાઉન્સિલના પત્રકારત્વના આચરણના ધોરણોની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે “અખબારોએ એવી કોઈ પણ જાહેરાત પ્રકાશિત ન કરવી જોઈએ જે ગેરકાયદેસર હોય.
એડવાઈઝરીમાં મંત્રાલયે એવું પણ કહ્યું છે કે અખબારો અને સામયિકોએ નૈતિક તેમજ કાનૂની દ્રષ્ટિકોણથી જાહેરાતના ઇનપુટ્સની તપાસ કરવી જોઈએ અને એકમાત્ર પૈસા કમાવવાનો મીડિયાનો હેતુ ન હોવો જોઈએ.
મંત્રાલયે અગાઉ જૂન અને ઓક્ટોબર, 2022 મહિનામાં એડવાઇઝરી જારી કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સટ્ટો અને જુગાર ગેરકાયદેસર છે, અને તેથી આ પ્રકારની પ્રવૃત્તિઓની સીધી અથવા સરોગેટ જાહેરાતો ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019, પ્રેસ કાઉન્સિલ એક્ટ 1978, ઇન્ફર્મેશન ટેકનોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 2021 અને અન્ય સંબંધિત કાયદાઓની ખોટી છે