વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ગાજવીજ અને ભાર પવન સાથે વરસાદ પડતાં નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારે પવનના કારણે ખૂબ જ નુકસાન થયું છે. ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારે પવનને કારણેના સ્ટેડિયમના દ્રશ્યો સામે આવ્યા છે. ખંઢેરી સ્ટેડિયમના કાચ તૂટી ગયા હોય, છત ઉડી ગઇ હોય અને ટીવી, પીસી સહિતની વસ્તુઓને નુકસાન પહોંચ્યું છે. સવારે પડેલા વરસાદને કારણે મીડિયા બોક્ષના કાચ તૂટી ગયા છે. ભારે પવનને કારણે એલિવેશનના પતરા પણ ઉડી ગયા છે. તો બીજી બાજુ ગીર સોમનાથ તેમજ ઉપલેટા જેવા સૌરાષ્ટ્ર ના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ લોકોને પણ કામ ધંધે જવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. ક્યાંક કરાનો વરસાદ થયો છે તો ક્યાંક ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે.

SCA સ્ટેડિયમના કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયરના જણાવ્યું મુજબ, ખંઢેરી સ્ટેડિયમને બહુ નુકસાન થયું છે, ધાર્યા કરતાં વધુ પણ નુકસાન થયું છે. વરસાદની આગાહી હતી, પરંતુ વાવાઝોડાની કોઇ આગાહી નહોતી. મીડિયા સેક્શનમાં વધુ નુકસાન થયું છે. ખંઢેરી સ્ટેડિયમના કાચ, એસી, પીસી બધુ તૂટી ગયું છે. રોલિંગ શટરો વળી ગયા છે. આશરે એકાદ કરોડ રૂપિયાનું માત્ર બોક્ષમાં જ નુકસાન છે. કુલ મળીને દોઢ કરોડ જેટલું નુકસાન થયું છે. વેસ્ટ, ઇસ્ટ અને સાઉથ એરિયામાં નુકસાન થયું છે. જ્યારે મેદાનમાં પીચમાં સેન્ટરમાં રાખવામાં આવતા બ્લેકબોડ તેમજ પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા ઉપરના રૂફટોપ સહિતની વસ્તુઓ તૂટી જતાં અંદાજે એકથી બે કરોડનું નુકસાન થવા પામ્યું છે. ઇસ્ટના છાપરા ઉડી ગયા છે. તે મળીને 50 લાખનું નુકસાન છે. અહીં મેચ પણ ચાલી હતી, જે રદ કરવી પડી છે. ત્રીજો દિવસનો મેચ રદ કરવો પડ્યો છે.