Home Desh ગુજરાતમાં 1થી 4 ઓગસ્ટ દરમિયાન G20 એમ્પાવર સમિટ યોજાશે

ગુજરાતમાં 1થી 4 ઓગસ્ટ દરમિયાન G20 એમ્પાવર સમિટ યોજાશે

0
510

ગુજરાતમાં 1થી 4 ઓગસ્ટ દરમિયાન G20 એમ્પાવર સમિટ યોજાશે તે અંતર્ગત કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી, શ્રીમતિ સ્મૃતિ ઇરાની G20 એમ્પાવર ડિજીટલ ઇન્ક્લુઝન પ્લેટફોર્મ લૉન્ચ કરશે. G20ના પ્રમુખપદ હેઠળ, ‘મહિલાની આગેવાની દ્વારા વિકાસ’ કેવી રીતે થાય, તે ભારતની પ્રાથમિકતા રહી છે. મહિલા 20 (W20) એન્ગેજમેન્ટ ગ્રુપનો ઉદ્દેશ્ય એક એવી દુનિયા બનાવવાનો છે જ્યાં દરેક મહિલા ગૌરવ સાથે જીવન જીવે અને અન્ય લોકોની સાથે તેના જીવનમાં પણ પરિવર્તન લાવે. ભારતના G20 પ્રમુખપદ દરમિયાન વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં ગુજરાતની સક્રિય ભાગીદારી રહી છે, જે વૈશ્વિક સહયોગ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વેપાર અને નાણાંથી લઈને પર્યાવરણ, પર્યટન અને શહેરી વિકાસ સુધી, વૈશ્વિક પડકારોનો સામનો કરવા અર્થપૂર્ણ ચર્ચાઓ અને સહયોગને પ્રોત્સાહન આપવામાં ગુજરાત મોખરે રહ્યું છે. G20 ગુજરાત સરકારના નોડલ ઓફિસર મોના કંધારે જણાવ્યું કે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે G20 એમ્પાવર સમિટ 1થી 4 ઓગસ્ટ દરમિયાન યોજાશે અને 2થી 4 ઓગસ્ટ દરમિયાન મહિલા સશક્તિકરણ પર G20 મિનિસ્ટરીયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ ‘વિમેન લેડ ડેવલપમેન્ટ : એન્સ્યોરીંગ અ સ્સટેનેબલ, ઇન્ક્લુઝીવ એન્ડ ઇક્વીટેબલ ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ‘વિમેન-લેડ ઇન્ક્લુઝીવ ડેવલપમેન્ટ એઝ કસ્પ ઓફ ઇન્ટર-જનરેશનલ ટ્રાન્સફોર્મેશન’’ છે.વિશ્વભરમાંથી 600 થી વધુ પ્રતિનિધિઓ આ બેઠકોમાં સામેલ થશે. અમુક મહિલા મંત્રી, ભારત અને વિદેશના જાણીતા વક્તા, G20  એમ્પાવર ડેલીગેટ્સ અને વિવિધ વૈશ્વિક સંસ્થાઓના પ્રતિનિધિ આ બેઠકોમાં જોડાશે. આ ઉપરાંત ગુજરાત સરકાર મહિલા અને બાળ કલ્યાણના સચિવ , કે.કે.નિરાલાએ જણાવ્યું કે મુખ્ય કાર્યક્રમ પહેલી ઓગસ્ટના રોજ શરૂ થશે, જેમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ તેમજ લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઇરાની અને  G20 શેરપા G20 એમ્પાવર ડિજીટલ ઇન્ક્લુઝન પ્લેટફોર્મ લૉન્ચ કરશે. ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ ઇન્દેવર પાંડે તથા  G20 એમ્પાવરના અધ્યક્ષ ડૉ. સંગીતા રેડ્ડી; યુએન વુમનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, સિમા બાહૌસ તેમજ વિશ્વ બેંકના વાઇસ પ્રેસિડેન્ટ, લક્ષ્મી શ્યામ સુંદર સહિતના વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ગુજરાતમાં 1થી 4 ઓગસ્ટ દરમિયાન G20 એમ્પાવર સમિટ યોજાશે

વિવિધ વિષયો પર પાંચ-પૅનલ ચર્ચાઓ પણ યોજાશે, જેમાં નીચે મુજબના વિષયો સામેલ છે

1. લીડીંગ ધ ચેન્જ: મહિલા નેતૃત્વને પુનઃવ્યાખ્યાયિત કરવું,

2.  મહિલાઓની નાણાકીય સમાનતાને આગળ વધારવા માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો લેવો,

3. ક્લોઝિંગ ધ ગેપ: એચીવીંગ ટેક્વીટી ફોર વિમેન,

4. શી-પ્રિન્યોર્સ: મહિલાઓની આગેવાની હેઠળના સાહસોની શક્તિનો ઉપયોગ અને

5.લીડરશીપ અનપ્લગ્ડ: પ્રેરણાદાયી નેતાઓ દ્વારા સશક્તિકરણ વાર્તાઓ.

2 ઓગસ્ટના રોજ કોન્ફરન્સના પ્રથમ દિવસની શરૂઆત એક પ્રદર્શનથી થશે, જેનું ઉદ્ઘાટન મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ પાંચ મંત્રી સ્તરીય સત્રોમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સત્રો નીચેના વિષયો પર યોજવામાં આવશે:

1.      શિક્ષણ, મહિલા સશક્તિકરણ માટે એક પરિવર્તનકારી માર્ગ

2.      મહિલા સશક્તિકરણ માટે ડિજિટલ કૌશલ્ય

3.      શિક્ષણ અને STEM

4.      મહિલાઓ માટે કૌશલ્યની તકો

5.      વિમેન ઇન ઇમર્જીંગ ટેક્નોલોજીસ

3 ઓગસ્ટના બીજા દિવસે માઇન્ડફુલનેસ ધ્યાન સત્ર યોજાશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ વિષયો પર મંત્રી સ્તરની ચર્ચાઓ થશે; તેમાં વિમેન એન્ડ સ્પેસ, સંસ્કૃતિ અને મહિલા સશક્તિકરણની શક્તિ, ક્લાઇમેટ રેઝીલ્યન્સ એક્શન-ઇમ્પેક્ટ ઓન વિમેન્સ હેલ્થ એન્ડ ફાર્મિંગ, વિમેન એન્ડ ગર્લ્સ એઝ ચેન્જમેકર્સ ઇન ક્લાઇમેટ રેઝીલ્યન્સ એક્શન, ગ્રાસરૂટમાં નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી અને મહિલા સાહસિકતા અને એન્ટરપ્રાઇઝ સહિતના વિષયોનો સમાવેશ થાય છે.વિશ્વભરના પ્રતિનિધિઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન પર નિર્માણ કરવામાં આવેલ દાંડી કુટીર મ્યુઝિયમની મુલાકાત લેશે. સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગુજરાતી વાનગીઓથી ભરપૂર રાત્રિ ભોજન દ્વારા તેમને ગુજરાતની સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવશે. મહેમાનોને ગિફ્ટ સિટીની મુલાકાતે પણ લઇ જવામાં આવશે તેમજ તેઓ અમદાવાદ હેરિટેજ વૉકમાં પણ સામેલ થશે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે