પાકિસ્તાનમાં ઘઉંની અછતથી પ્રજા પરેશાન
છેલ્લા ઘણા સમયથી પાડોશી દેશની આર્થીક હાલત કંગાળ થઇ ગઈ છે અને દિવસે ને દિવસે પરિસ્થિતિ સુધરવાની જગ્યારે વધુ ખરાબ થઇ રહી છે . વિશ્વના દેશોએ પણ કડક શરતોને આધીન મદદ કરવાનું કહી રહ્યા છે પરંતુ પાકિસ્તાનની જે દેશો સાથે મિત્રતા છે તે દેશોએ પણ અત્યારે ખાસ કઈ મદદ મોકલી નથી..
સાથે જ દેવામાં ડૂબેલો દેશ અત્યારે ખાદ્ય કટોકટી ગંભીર છે અને પાયમાલ થવાના કગાર પર આવી પહોંચી ચુકેલો દેશ આજે ઘઉંની અછતથી મુશ્કેલીમાં છે. સતત ત્રાસવાદને પાળતો અને પોષતો આ દેશ ઘઉંની અછતથી ભૂખે મરી રહ્યો છે.
પાકિસ્તાન સરકારે પણ સતત વધતા ભાવ અને મોંઘવારી કાબુમાં લેવાની અમારી પાસે કોઈ વિકલ્પ નથી તેવું જણાવી રહી છે. એક તરફ બે રોજગારી,ભૂખમરો અને બીજી તરફ વિદેશી હુંડીયામણ લગભગ પૂરું થવામાં ગણતરીના દિવસો બાકી હોય ત્યારે પ્રજા પરેશાન છે.
અત્યારે હાલ પાકિસ્તાનમાં ઘઉંના ભાવોમાં 74 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત પેટ્રોલ, ડીઝલ,ના ભાવ આસમાને પહોંચ્યા છે. દેશમાં દવાઓ મોંઘી થઇ રહી છે અને આયાત નિકાસમાં વ્યાપાર બંધ છે ત્યારે કંગાળ પાકિસ્તાન કેટલા દિવસ સુધી આ પરિસ્થિતિનો સામનો કરી શકે છે તે જોવાનું રહ્યું.
વધુ સમાચાર માટે જોતા રહો VR live સમાચારની અપડેટ માટે જોતા રહો અમારી વેબ સાઈટ