ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનું વિવાદિત નિવેદન
નાથુરામ ગોડસે દેશભક્ત: ત્રિવેન્દ્ર સિંહ રાવત
રાહુલ માત્ર નામના જ ગાંધીઃત્રિવેન્દ્ર સિંહ રાવત
રાહુલ ગાંધી અટકનો લાભ લઈ રહ્યા છેઃત્રિવેન્દ્ર સિંહ રાવત
બાઈટઃત્રિવેન્દ્ર સિંહ રાવત, પૂર્વ મુખ્યમંત્રી ઉત્તરાખંડ
ત્રિવેન્દ્ર સિંહ રાવતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.વિવાદિત નિવેદનમાં કહ્યું કે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા છે. તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ માત્ર ‘ગાંધી’ અટક ધરાવે છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રાવતે બલિયામાં પાર્ટીના જિલ્લા મુખ્યાલયમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ‘ગાંધીજીની હત્યા એક અલગ મુદ્દો છે. જ્યાં સુધી હું ગોડસેને જાણું છું અને વાંચું છું, તે પણ દેશભક્ત હતો. ગાંધીજીની હત્યા સાથે અમે સહમત નથી. રાવતે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા રાવતે કહ્યું કે તેમની વિચારધારા માત્ર ગાંધી અટકથી ગાંધીવાદી નથી બની જતી.
‘અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ અંગે પણ આપી પ્રતિક્રિ યા
‘અખિલેશ કેજરીવાલ પાસેથી નાટકની ગુણવત્તા શીખવા માંગે છે:રાવત
સમાજવાદી પાર્ટી (એસપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત અંગે રાવતે કહ્યું હતું કે, આ દેશમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી મોટો કોઈ ખેલ કરનાર નેતા નથી. અખિલેશ યાદવ કેજરીવાલ પાસેથી નાટકની ગુણવત્તા શીખવા માંગે છે.તેમણે કહ્યું કે સપાએ પોતાના શાસનકાળમાં ઉત્તર પ્રદેશને ‘ગુંડા રાજ’માં ધકેલી દેવાનું કામ કર્યું છે. બીજેપી નેતાએ કહ્યું કે સપાએ માફિયાઓને પોતાનો કેડર બનાવ્યો અને પછી માફિયાઓને સન્માનનીય બનાવ્યા. આગામી સમયમાં જનતા ફરી એકવાર સપાને ફગાવી દેશે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈ