CNG અને PNG ગેસના ભાવમાં મોટો ઘટાડો

    0
    85

    ગુજરાતમાં અદાણી ગેસે CNG અને PNG ગેસના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. જેમાં સીએનજીના કિલોએ રૂપિયા 8. 13 અને પીએનજીમાં રૂપિયામાં 5.06 નો ઘટાડો કર્યો છે. કેબિનેટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કર્યાના એક દિવસ પછી આ ઘટાડો સામે આવ્યો છે. ભાવ નિર્ધારણની નવી સિસ્ટમથી CNG, PNG ખર્ચમાં ઘટાડો કરશે તેવું માનવામાં આવે છે. શનિવારથી CNG અને PNGના ભાવમાં ઘટાડો થશે. PNGની કિંમતમાં 10%નો ઘટાડો થશે. તે જ સમયે સીએનજીની કિંમત લગભગ 6 થી 9% સુધી નીચે આવશે. નવી ફોર્મ્યુલા હેઠળ ગેસની કિંમત દર મહિને નક્કી કરવામાં આવશે. જ્યારે જૂની ફોર્મ્યુલા હેઠળ દર છ મહિને ગેસનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નવી ફોર્મ્યુલા હેઠળ, છેલ્લા એક મહિનાથી ભારતીય ક્રૂડ બાસ્કેટના ભાવને સ્થાનિક કુદરતી ગેસના ભાવના આધાર તરીકે લેવામાં આવશે. અગાઉ જૂના ફોર્મ્યુલા હેઠળ, વિશ્વના ચારેય ગેસ ટ્રેડિંગ હબની છેલ્લા એક વર્ષની કિંમતની સરેરાશ લેવામાં આવે છે અને પછી તેને ત્રણ મહિનાના અંતરાલ પર લાગુ કરવામાં આવે છે.