રાજકોટના સરધાર પાસે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુઆંક પાંચ થયો
યુવાનો ખરીદી કરી લીલી સાજડિયાળી જતાં હતાં
ગમખ્વાર અકસ્માતના પગલે પરિવારોમાં શોક
બે બાઈક અથડાતા સર્જાયો હતો અકસ્માત
રાજકોટના સરધાર અને ભુપગઢ રોડ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કુલ પાંચ યુવાનોનો ભોગ લેવાઈ ગયો છે. જેમાં બે યુવાન લીલી સાજડિયાળી ગામના અને ત્રણ મધ્યપ્રદેશના વતની હતાં. પંચેયને રાત્રે બેભાન અને ઘાયલ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચારને રાત્રે જ મૃત જાહેર કરાયા હતાં. જ્યારે એકનું મોડી રાત્રે મોત થયું હતું. સરધારથી ખરીદી કરીને લિલી સાજડિયાળી અલગ અલગ બાઈક પર જતાં હતાં ત્યારે બનાવ બન્યો હતો.
આ જીવલેણ અકસ્માતની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ સ૨ધા૨થી ભુપગઢ તરફ જતા આશરે એક કિલોમીટર દુર રોડ પર રાત્રે બે બાઈક અથડાયા હતા. આ અકસ્માત બાદ એક બાઈક ત્યાં નજીકમાં પડેલી છકડો રિક્ષા નીચે ઘુસી ગયું હતું. જ્યારે બીજું બાઈક અન્ય ત્રીજા બાઈક સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં અર્જુન કડવાભાઈ મેડા (ઉં.વ.૧૮), રાજેશ પોપટભાઈ રાઠોડ (ઉં.વ.૨૨), દિનેશ રાઠોડ (ઉં.વ.૩૦), દેવગણ જેન્તીભાઈ મકવાણા (ઉં.વ.૨૨) અને દિલીપ ભુરીયા (ઉં.વ.૨૫, ૨હે.બધા લીલી સાજડીયાળી, તા.રાજકોટ)ને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આગેવાન ચેતનભાઈ પાણ સહિતે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવા પ્રબંધ કર્યો હતો.
હોસ્પિટલમાં બઅર્જુન, રાજેશ, દેવગણ અને દિલીપના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે દિનેશ રાઠોડને દાખલ કરાયા બાદ તેણે પણ દમ તોડી દીધો હતો.હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઈ મારૂ અને જયદીપભાઈ હુદડે આજી ડેમ પોલીસને જાણ કરતા સ્ટાફ ઘટના સ્થળ અને હોસ્પિટલે પહોંચી ગયો હતો. જ્યાં જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
સરધાર પાસે રાત્રે સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુઆંક પાંચ થયો યુવાનો ખરીદી કરી લીલી સાજડિયાળી જતાં હતાં ત્યારે નડ્યો ગમખ્વાર અકસ્માત પરિવારોમાં શોકની કાલીમા મૃતકોમાં બે સાજડીયાળીના અને ત્રણ એમપીના છે
મૃત્યુ પામનાર રાજેશ રાઠોડ બે ભાઈ બહનમાં નાનો હતો અને મજૂરી કરતો હતો. દેવગણ પણ બે ભાઈ ચાર બહેનમાં નાનો હતો. આ બંને લીલી સાજડિયાળીના વતની હતાં. અન્ય ત્રણ પણ આ ગામે રહી મજૂરી કરતા હતાં. મૂળ એમપીના વતની હતાં. બનાવથી ગામમાં ગમગીની વ્યાપી ગઈ હ
વાંચો અહીં ભારત જોડો યાત્રાની પ્રથમ વર્ષગાંઠ,જયરામ રમેશે કહી આ વાત