ઓડિશા ના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં રાહત અને બચાવ કાર્ય પૂર્ણ થયું છે. અસરગ્રસ્ત ટ્રેકનું સમારકામ પણ પૂર્ણ થઇ થયું છે. એનડીઆરએફની નવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગી હતી. રાહત અને બચાવ કામગીરી પૂર્ણ થતા એનડીઆરએફની ટીમને પરત બોલાવવામાં આવી છે. આ ઘટના અંગે એનડીઆરએફના આઈજી નરેન્દ્ર સિંહ બુન્દેલાએ કામગીરી સમાપ્ત થવાની વાત કરી છે. ત્યારે ઓડિશા ના મુખ્ય સચિવના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૧૫૧ મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી હતી જયારે બાકીના મૃતદેહોની ઓળખ માટેના પ્રયાસ ચાલી રહ્યા છે. જેમની ઓળખ થઇ છે તેમના શવને પરિવારજનો સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે વધુમાં તેમને કહ્યું છે કે ગરમીના કારણે મૃતદેહોની હાલત ઝડપથી વધી રહી છે. આવી પરિસ્થિતિમાં જો મૃતદેહોની ઓળખ નહી થાય તો નિયમો અનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
વીઆર લાઈવની વેબસાઈટ પર વધુ માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો
યુટ્યુબ પર માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો