તમિલનાડુમાં તમાકુ-ગુટખા પરનો પ્રતિબંધ યથાવત રહેશે

0
70

તમિલનાડુમાં તમાકુ-ગુટખાના વપરાશકારોને ફરી એકવાર આંચકો લાગી શકે છે. આગામી એક વર્ષ માટે રાજ્યમાં ગુટખા અને અન્ય તમાકુ આધારિત ઉત્પાદનોના વેચાણ, ઉત્પાદન અને પરિવહન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી કમિશનરે આ માહિતી આપી છે. ફૂડ સેફ્ટી કમિશનરે માહિતી આપી હતી કે રાજ્યમાં ગુટખા અને અન્ય તમાકુ ઉત્પાદનોના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન પર પ્રતિબંધ ચાલુ રહેશે. આના પરનો પ્રતિબંધ 23 મેથી આગામી એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં ગુટખા અને અન્ય તમાકુ આધારિત ઉત્પાદનોના વેચાણ, ઉત્પાદન અને પરિવહન પર પ્રતિબંધ મૂકતા મે 2018ના નોટિફિકેશનને રદ કરતા મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો.