ભારતીય સેના એ વન્યજીવનને બચાવવા અને મનુષ્યો અને હાથીઓ વચ્ચે થતા સંઘર્ષને ટાળવા અનોખી પહેલ કરી છે. અને સેના દ્વારા એક ઇકોસીસ્ટમ તૈયાર કરવામાં આવી છે. અમચાંગ વન્યજીવ અભયારણ્યના જંગલમાં ભારતીય સેનાનું નારંગી સ્ટેશન આવેલું છે. જે 300 એકરમાં ફેલાયયેલું છે. મિલીટરી સ્ટેશનમાં સેનાના જવાનો દ્વારા જંગલી હાથીઓની મુક્ત અવર-જવર થઇ શકે તે હેતુ સાથે અનેક તળાવોનું નિર્માણ કરવામાં વ્યુ છે. અને હાથીઓ માટે ફળોના વૃક્ષો તથા ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે.ભારતીય સેનાનું આવું દરિયાદિલી કામ અવાર નવાર ચર્ચામાં આવતું રહે છે.જેના લીધે ભારતીય હોવાનો ગર્વ ખુબ જ થતો રહે છે.આવા કિસ્સા ભૂતકાળમાં ગણ બની ગયા છે જેનાથી એક સારા નાગરિક બનવાની તાકાત મળતી રહે છે. સાચેમાં સલામ છે આપડી ભારતીય સેનાના બધા જવાનોની અને તેમના વિચારોનું.
સેનાએ આ ઉપરાંત હાથીઓની હિલચાલ પર નજર રાખવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે જેમાં 30 જેટલા cctc અને નાઈટ વિઝન કેમેરા લગાવ્યા છે. સેનાના અધિકારીએ આ અંગે જણાવતા કહું કે ભારતીય સેના હમેશા વન્ય જીવોને નુકશાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખે છે. આ જંગલમાં ૯૦ થી વધારે જંગલી હાથીઓની અવરજવર રહે છે અને અમે અમારા સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની અડચણ તેઓને ન પહોચે તે માટે ગ્રીન કોરીડોર બનાવ્યો છે. આવી જ ઘણી અવનવી માહિતી અને સ્ટોરી માટે જોતા રહો વી.આર.લાઇવની વેબસાઈટ તથા વી.આર.લાઇવ નું ફેસબુક અને યુટ્યુબ પણ જોતા રહો વધુ વિડીયો માહિતી અને લાઇવ ટોકશો માટે.
ટ્રેન દુર્ઘટના અંગે અનુરાગ ઠાકુરે શું કહ્યું ?