દેશની રાજધાની દિલ્હીની હવામાં ઝેર ભળ્યું

1
74
દેશની રાજધાની દિલ્હીની હવામાં ઝેર ભળ્યું
દેશની રાજધાની દિલ્હીની હવામાં ઝેર ભળ્યું

દેશની રાજધાની દિલ્હીની હવામાં ઝેર ભળ્યું છે. હવા પ્રદુષણની માત્રામાં વધારો થતા જ લોકોને શ્વાસ લેવાની તકલીફ પડી રહી છે. દેશની રાજધાનીમાં આ વર્ષે પણ દિવાળી પહેલા જ AQi 400ને પાર કરી ગયો છે. પવનની ઝડપ ઘટવાને કારણે હવા પ્રદુષણમાં વધારો થયો છે. દિલ્હી સરકારે વધેલા પ્રદુષણને લઈને બેઠક પણ બોલાવી . જેમાં GRAPના ત્રીજા તબક્કામાં કડક અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે એ વિચારવું ખોટું છે કે દિલ્હી સરકાર એકલુજ વધેલા હવા પ્રદુષણ પર કાબુ મેળવશે. કારણકે આ મુદ્દો ફક્ત દિલ્હીનો નથી. દિલ્હીની આસપાસ આવેલા રાજ્યો પણ બે ગણું પ્રદુષણ ફેલાવે છે. હાલ દિલ્હી સરકાર યુધ્ધના ધોરણે પ્રદુષણની માત્રા ઘટાડવાના પ્રયત્નો કરી છે. 1 નવેમ્બર પછી 10 થી 15 દિવસમાં હવામાન બદલાય છે. અમે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે યોગ્ય પગલા ભરીશું.

દેશની રાજધાની દિલ્હીમાં વધતા પ્રદુષણને લઈને રાજ્ય સરકારે બે દિવસ માટે શાળાઓ બંધ રાખવાનો નિર્યણ કર્યો છે. જે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને માહિતી આપી છે. CM અરવિંદ કેજરીવાલે પોસ્ટ શેર કરીને કહ્યું કે દિલ્હીમાં પ્રદુષનું સ્તર વધી ગયું છે. તેને જોતા દિલ્હીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ આગામી બે દિવસ બંધ રખાશે.

દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા સૂચકાંક 400ને પાર કરી ગયો છે. સરકારે GRAPનો ત્રીજો તબક્કો પણ અમલમાં મુક્યો છે. જેણે કારણે એર ક્વોલીટી મેનેજમેન્ટ કમિશને દિલ્હીમાં વધતા હવા પ્રદુષણને ધ્યાનમાં રાખીને નાના બાળકો માટે શાળાઓ બંધ રાખવાનું સુચન કર્યું હતું. આ સૂચનને ગંભીરતાથી લઈને દિલ્હી સરકારે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીની તમામ શાળાઓને આ અંગેની જાણકારી મોકલી આપવામાં આવી છે. દિલ્હીમાં હવાની ગુણવતા ખરાબ શ્રેણીમાં છે. દિલ્હી ઉપરાંત આસપાસ આવેલા શહેરો નોઇડા, અને ગ્રેટર નોઈડામાં હવાનું પ્રદુષણ ખુબ ખરાબ જોવા મળ્યું. GRAP-3 ના અમલમાં તમામ બિન જરૂરી બાંધકામો તોડી પડવાના કામો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. છે. આ સિવાય દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ , ગાઝીયાબાદ,અને ગૌતમ બુદ્ધ નગરમાં પેટ્રોલ થી ચાલતા BS-3 એન્જીન અને ડીઝલથી ચાલતા BS-4 ફોર વ્હીલરના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

1 COMMENT

Comments are closed.