TESLA IN INDIA :  ટેસ્લા કંપનીએ ભારત સાથે સપર્ક કર્યો બંધ, ભારતમાં હાલ ટેસ્લાના આવવાના એંધાણ પર પૂર્ણવિરામ.   

0
127
TESLA IN INDIA
TESLA IN INDIA

TESLA IN INDIA :  ભારતમાં ટેસ્લા ગાડીનું સ્વપ્ન જોતા લોકો માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે,  દેશમાં હાલ ટેસ્લા કંપની રોકાણ માટે ઈચ્છુક નથી તેવા સમાચાર સામે આવ્યા છે, કારણ કે એલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના અધિકારીઓએ ભારત સાથે સંપર્ક કરવાનું બંધ કરી દીધું છે.

ટેસ્લાના માલિક એલોન મસ્કે એપ્રિલના અંતમાં ભારતની મુલાકાત મુલતવી રાખ્યા બાદ મસ્કની ટીમે નવી દિલ્હીના અધિકારીઓ સાથે વધુ પૂછપરછ કરી નથી. અધિકારીઓનું કહેવું છે ક  ટેસ્લાને મૂડીની સમસ્યાઓ છે. અને નજીકના ભવિષ્યમાં ભારતમાં નવેસરથી રોકાણ કરવાનું આયોજન નથી.  

TESLA IN INDIA :   ટેસ્લાના વેચાણમાં ઘટાડો

TESLA IN INDIA

નોંધનીય છે કે ટેસ્લાના ભારતમાં રસ ન હોવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ટેસ્લાએ વૈશ્વિક સ્તરે ત્રિમાસિક ડિલિવરીમાં સતત બીજો ઘટાડો નોંધાવ્યો છે. તે ચીનમાં પણ વધતી સ્પર્ધાનો સામનો કરી રહ્યું છે. મસ્કે એપ્રિલમાં મોટા પાયે હેડકાઉન્ટ કાપની જાહેરાત કરી હતી. EV નિર્માતાનું વર્ષોમાં પ્રથમ નવું મોડલ, સાયબરટ્રક, ધીમે ધીમે બજારમાં આવી રહ્યું છે. જ્યારે મેક્સિકોમાં નવા પ્લાન્ટના નિર્માણમાં વિલંબ થયો છે.

TESLA IN INDIA :   ભારતનો પ્રવાસ કેમ મોકૂફ રાખ્યો?

TESLA IN INDIA

મસ્કે એપ્રિલમાં ભારતની નિર્ધારિત મુલાકાત રદ કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પણ સામેલ હતી. તેણે તેની કંપનીમાં કામનું દબાણ દર્શાવ્યું હતું. જોકે, ભારતની મુલાકાત મુલતવી રાખ્યા બાદ મસ્ક અચાનક ચીનની અઘોષિત મુલાકાતે રવાના થઈ ગયા હતા. મસ્ક ડ્રાઇવર-સહાયતા સોફ્ટવેર માટે ચીન પાસેથી પરવાનગી માંગી રહ્યો હતો જે કાર નિર્માતાની આવકમાં ઘટાડો અટકાવવામાં મદદ કરી શકે. જે પછી મેપિંગ અને નેવિગેશન ફંક્શન્સમાં Baidu Inc. સાથે ટેસ્લાની ભાગીદારી સીલ કરવામાં આવી હતી.

TESLA IN INDIA :   ભારતની આશાઓ

TESLA IN INDIA

નોંધનીય છે કે  ભારત સરકાર EV ઉત્પાદનને વેગ આપવા માટે ટાટા મોટર્સ લિ. અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ જેવા સ્થાનિક ઓટોમેકર્સ પર તેની આશાઓ બાંધી રહી છે. આ લોકોએ જણાવ્યું હતું કે જો મસ્ક ભારત સાથે ફરી જોડાવાનું નક્કી કરે છે, તો પણ ટેસ્લા નવી આયાત કર નીતિનો  ભાગ બનવું પડશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો