Terroristan Exposed: પાકિસ્તાન બન્યું દુનિયાનું ‘આતંકિસ્તાન’, આતંકવાદમાં વિશ્વમાં પ્રથમ નંબરે

0
129

Terroristan Exposed: પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક સમાચાર સામે આવ્યા છે. ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ’ દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ (GTI) 2026ના રિપોર્ટમાં પાકિસ્તાન વિશ્વમાં આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. વર્ષ 2013 પછી પાકિસ્તાનમાં આતંકવાદને કારણે સૌથી વધુ મોત નોંધાયા છે.

Terroristan Exposed

Terroristan Exposed: 2025 પાકિસ્તાન માટે રક્તરંજિત વર્ષ

રિપોર્ટ મુજબ, વર્ષ 2025માં પાકિસ્તાનની સુરક્ષા સ્થિતિ અત્યંત કથળી છે:

  • કુલ આતંકી ઘટનાઓ: 1,045
  • કુલ મૃત્યુ: 1,139 (વર્ષ 2013 પછીનો સર્વોચ્ચ આંકડો)
  • મૃત્યુદરમાં વધારો: વર્ષ 2024ની સરખામણીએ 6 ટકાનો વધારો.
  • બંધક બનાવવાની ઘટનાઓ: 2024માં 101ની સામે 2025માં 655 લોકોને બંધક બનાવાયા હતા, જેમાં જાફર એક્સપ્રેસ પર થયેલો હુમલો સૌથી ભયાનક હતો.
Terroristan Exposed

Terroristan Exposed: TTP વિશ્વનું ત્રીજું સૌથી ખતરનાક સંગઠન

પાકિસ્તાન માટે સૌથી મોટો ખતરો તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાબિત થયું છે.

  • TTP હવે વિશ્વનું ત્રીજું સૌથી ઘાતક આતંકી સંગઠન બની ગયું છે.
  • પાકિસ્તાનમાં થતા કુલ આતંકી હુમલાઓમાં 67 ટકા હિસ્સો માત્ર TTPનો છે.
  • અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ TTPને પોતાની પ્રવૃત્તિઓ વિસ્તારવામાં ખુલ્લી છૂટ મળી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

Terroristan Exposed: ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન ‘ડેન્જર ઝોન’

પાકિસ્તાનની આંતરિક સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. દેશના કુલ હુમલાના 74 ટકા અને કુલ મૃત્યુના 67 ટકા કિસ્સાઓ માત્ર ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં નોંધાયા છે. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને TTPના વધતા પ્રભાવે પાકિસ્તાની સેનાની ઊંઘ હરામ કરી દીધી છે.

વિશ્વના 5 સૌથી ખતરનાક દેશોમાં સમાવેશ

હવે પાકિસ્તાન દુનિયાના એવા પાંચ દેશોમાં સામેલ થઈ ગયું છે જ્યાં વિશ્વના કુલ આતંકી મૃત્યુના 70 ટકા કિસ્સાઓ બને છે. આ આંકડાઓ સાબિત કરે છે કે પાકિસ્તાને પાળેલા આતંકના સાપ હવે તેને જ ડંખી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે PM મોદી એક્શન મોડમાં: હોર્મુઝ સંકટ અને તેલ-ગેસના પુરવઠા મુદ્દે બોલાવી હાઈ-લેવલ બેઠક